ફરિયાદ:સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે શિક્ષકના ખિસ્સામાંથી સોનાનો 5 તોલાનો હાર કોઈ કાઢી ગયો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી ખોડીયાર નગર ઉટડી રોડ પર નદીના સામા કાઠે નિવૃત્ત શિક્ષક હીરાભાઈ ઉકાભાઈ મકવાણા પરિવાર સાથે રહે છે. 7-5-2022ના રોજ સુરેન્દ્રનગર આવવા નીકળ્યા આ વખતે હિરાભાઈ પાસે એક સોનાનો હાર હતો જે હાર તેઓએ લેડિઝ પાકીટમાં મુકી તેમના પેન્ટના જમણા ખિસ્સામાં મૂક્યો હતો. અને તેઓ પરિવાર સાથે ટ્રાવેલ્સમાં બેસી સુરેન્દ્રનગર એમપીશાહ કોલેજ સામે રોડ ઉપર ઉતર્યા હતા. ત્યાંથી ચાલીને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં આવ્યા ત્યાં સુધી હાર હિરાભાઈના ખિસ્સામાં હતો.

અને લીંબડીની બસમાં તેઓ બેસી દૂધની ડેરીથી આગળ પહોંચતા તેઓના ખિસ્સામાં તપાસ કરતા પાકીટમાં હાર જોવા મળ્યો ન હતો. આથી બસ કંડકટરને વાત કરી બસ ઉભી રખાવતા અને તપાસ કરતા સોનાનો હાર મળ્યો ન હતો. આથી બસમાંથી ઉતરી હિરાભાઈ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં આવતા હારનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ફરિયાદમાં હિરાભાઈએ જણાવ્યું કે, જ્યારે તેઓ બસમાં ચડતા હતા ત્યારે તેમની બાજુમાં અજાણ્યો માણસ જેણે સફેદ શર્ટ જેવા કપડા પહેરેલા હોય તેને હિરાભાઈના ખિસ્સામાંથી સોનાનો હાર કાઢી લીધેલી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

આથી બી-ડિવિઝન પોલીસ મથકે હિરાભાઈના પેન્ટના ખિસ્સામાં લેડીઝ પાકીટમાં રાખેલો રૂ. 80,000ની કિંમતનો અંદાજે પાંચ તોલાનો સોનાનો હાર કોઇ અજાણ્યા માણસે ખિસ્સામાંથી નજર ચુકવી કાઢી લઇ ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ બી.દેવથળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...