મૂળી તાલુકાના સોમાસર ગામના ચમનભાઇ લાલજીભાઇ વાઘેલાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ગામના હાલ શકુંતલાબેન ગોલાણી સરપંચ તરીકે ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે. પરંતુ ચૂંટાયા પહેલાં સોમાસર આંગણવાડી કેન્દ્ર-1માં હેલ્પર તરીકે નોકરી કરી હતી. તે દરમિયાન આઇસીડીએસ કચેરી મૂળી પગાર પણ ચૂકવાતો હતો.
દરમિયાન સરપંચે મનરેગા યોજનામાં જોબકાર્ડ ધારણ કરી પોતે કામ ન કર્યું હોવા છતાં નાણાકીય લાભ મેળવી ભ્રષ્ટાચાર કર્યો છે. હાલ સરપંચના પતિ હસુભાઇ ગોલાણી અગાઉ સોમાસરના સરપંચ હતા. પતિ સરપંચ હોઇ હોદ્દાનો દુરુપયોગકરી આંગણવાડીમાં નોકરી કરતા હોવા છતા મનરેગા યોજનામાં ખોટો લાભ લેવા જોબકાર્ડ બનાવાયું હતું.
આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હોવા છતાં મનરેગાનું જોબકાર્ડ મેળવી નાણાકીય છેતરપિંડી કરી ભ્રષ્ટાચાર કર્યો છે. સરકારી યોજનાના લાભ માટે બનાવટી રેકર્ડ ઊભું કરી છેતરવાનુ કાર્ય કર્યું છે. આથી પોલીસ ફરીયાદ દાખલ કરવા અને સરપંચ તરીકે હોદ્દા પરથી દૂર કરવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.