તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોકુળીયું જાહેર થયેલા ગુંદિયાળા ગામની પ્રાથમિક અસુવિધાઓ હલ કરો : ગ્રામજનો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુંદિયાળા ગામમાં ગટર,રોડ, ગંદકી સહિતના પ્રશ્નોના કારણે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. - Divya Bhaskar
ગુંદિયાળા ગામમાં ગટર,રોડ, ગંદકી સહિતના પ્રશ્નોના કારણે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
  • 7થી 8 વાર રજૂઆત છતાં હલ ન આવવાથી ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં લેખિત રજૂઆત

વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા અંતે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં લેખિત રજૂઆત કરી હતી.પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ નહીં આવતા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સહિતનાઓને રજૂઆતો કરાઇ હતી.

ગુંદિયાળા ગામમાં લોકોને સતાવતા પ્રશ્નોને લઇને રાઠોડ સુનિલભાઈ જી., હમીરભાઈ રાઠોડ, જયંતભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ રાઠોડ વગેરે દ્વારા ગાંધીનગર તા. 4-1-2021ના રોજ લેખિતમાં રજૂઆત બાદ પણ કોઇ ઉકેલ નહીં આવતા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતને રજૂઆત કરી હતી. ગુંદિયાળા ગામમાં અંદાજે 4000થી વધુ લોકીની વસ્તી વાળા આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણીની સુવિધાનો અભાવ છે. ખાસ કરીને ગટરના પ્રશ્નોના કારણે અહીના લોકોને સ્વાસ્થ્યને લગતી તકલીફો રહે છે. આ વિસ્તારમાં ગટરના યોગ્ય નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતા ઠેર ઠેર ગંદકી છે.

ગંદકીના કારણે અહીંના લોકો ગંભીર બીમારીઓ જેવી કે મેલેરિયા, ટાઇફોડ, કોલેરા, ઝાડા ઉલ્ટીથી પીડાઈ રહ્યું છે. અહીં જૈવિક કચરાના નિકાલ માટેની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ વિસ્તારમાં આવેલી ખુલ્લી કેનાલમાં ગંદુ પાણી આવી રહ્યુ છે અને ખૂલી કેનાલના કારણે પારાવાર ગંદકી ફેલાઈ રહી છે.

ખૂલ્લી ગટરના કારણે નાના બાળકો ઘણી વાર અંદર પડી ગયેલા છે. આ બધી અસુવિધાઓ માટે સરપંચ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, વિસ્તારના સદસ્યો, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતા કોઈપણ પ્રકારના પગલાઓ લેવામાં આવતા નથી.

રજૂઆતમાં આ સવાલો કરાયા

  • 14માં નાણાપંચની ગ્રાંટમાંથી ગુંદિયાળા ગામે કયા કયા કામો કરવામાં આવ્યા ?
  • વર્ષ 2011થી 2016 સુધી કેન્દ્ર સરકાર પુરસ્કૃત આ ગામને ગોકળીયું ગામ જાહેર કરાયું છે, તો ગોકળીયુ ગામ અંતર્ગત કેટલી ગ્રાંટો મળી અને તેમાંથી કેટલો ખર્ચ કરાયો ?
  • ગામમાં આવતી કુલ ગ્રાંટના કેટલા ટકા અનુસૂચિત જાતિના વિસ્તારમાં વાપરવાની હોય છે, આ વિસ્તારમાં 2017-18, 2018-19 તેમજ 2019-20 દરમિયાન કેટલી ગ્રાંટ વપરાઈ?
અન્ય સમાચારો પણ છે...