તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હળવદના સામતસર તળાવ કાંઠે વસતા પરિવારોના ઝુંપડે સોલાર લાઇટે અંધારા ઉલેચ્યા

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના સામતસર તળાવ કાંઠે વસતા પરિવારોના ઝુંપડે સોલાર લાઇટે અંધારા ઉલેચ્યા - Divya Bhaskar
હળવદના સામતસર તળાવ કાંઠે વસતા પરિવારોના ઝુંપડે સોલાર લાઇટે અંધારા ઉલેચ્યા
  • દરીદ્રનારાયણના ઘરે દીવાના સ્થાને LED લાઈટનો અજવાસ ફેલાવવાનો પ્રયાસ

હળવદના સામતસર તળાવ કાંઠે વર્ષોથી પરિવારો ખુલ્લામાં ઝૂંપડા બાંધી રહે છે. આ વિચરતી જાતીના પરિવારો સુધી વીજળી જેવી પાયાની સુવિધાના અભાવે અંધારામાં અગવડનો સામનો કરવો પડતો હતો. આથી હળવદ રોટરી ક્લબ દ્વારા આ પરીવારોના ઘર પર સોલાર પેનલ સાથેની લાઇટો લગાવી આપી હતી.

હળવદમાં સામતસર તળાવના કાંઠે છેલ્લા 20 વર્ષથી કાચા ઝૂંપડાઓ બાંધીને વસવાટ કરતા વિચરતી-વિમુક્ત જાતિના પરિવારો વસી હળવદમાં છુટક મજુરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. આટલા વર્ષોમાં પાયાની જરૂરિયાત એવી વીજળી પણ તેમના સુધી ન પહોંચતા 27 લોકો અને 11 બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેમાં સાંજે અંધારૂ થતા અંધારામાં બહેનોને રસોઇ બનાવવી પડતી અને પરિવારોને અંધારેજ વાળુ કરવુ પડતુ જ્યારે શાળામાં ભણતા બાળકોને રાત્રે અભ્યાસ પણ થઇ શકતો ન હતો.

જ્યારે આ વિસ્તાર તળાવ કાંઠો હોવાથી રાત્રીના સમયે અંધારામાં જીવ, જંતુ કરડવાના બનાવો બનતા હતા. આ અંગે હળવદ રોટરી ક્લબના રાજેન્દ્રસિંહ રાણએ જણાવ્યુકે રોટરી ક્લબ ટીમના ધ્યાને આવ્યુ કે આ ઝુંપડામાં રહેતા બાળકો દરબાર ગઢની શાળામાં અભ્યાસ કરે છે. દિવસે શાળામાં અભ્યાસ બાદ રાત્રે ઝુંપડામાં અંધારાને લીધે અભ્યાસને અસર થતી હોવાનું ધ્યાને આવતા આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં જ્યોતીબેન દલવાડી, અંકિતભાઇ લખતરીયા, પ્રતિકભાઇ પાઠકના આરથિક સહયોગથી ઝુંપડામાં સોલાર સિસ્ટમ આધારીત લાઇટ નાંખી આપવામાં આવી હતી.જેમાં એક સિસ્ટમમાં ત્રણ બલ્બ ચાલુ કરી શકાય છે જે સતત 6 કલાક ચાલે છે જો એક બલ્બ ઉપયોગમાં લેતો 16 કલાક ચાલે છે.જ્યારે સૌરઉર્જા આધારીત હોવાથી વીજળી બચત થાય અને આર્થિકપણ પરવડેતેમ છે.જ્યારે આ સોલાર સીસ્ટમની મદદથી મોબાઇલ પણ ચાર્જ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો