તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોટીલાના નાનીમોરસલ ગામેથી પોષડોડવા સાથે 1 ઝડપાયો, 3 કિલોથી વધુ પોષડોડવા સાથે 11,100નો મુદ્દામાલ SOGએ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિઠ્ઠલભાઇ મકવાણા - Divya Bhaskar
વિઠ્ઠલભાઇ મકવાણા

સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે ચોટીલા તાલુકાના નાનામોરસલ ગામે દરોડો કર્યો હતો. જ્યાં 3 કિલોથી વધુ પોષડોડવા સાથે એક શખસને ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ જિલ્લામાં ચાલતા ગેરકાયદે નશાયુક્ત પ્રવૃતિઓને નેસ્તોનાબૂદ કરવાની સૂચના આપી હતી.

જેને લઇ એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરતા પોષડોડવા અંગે બાતમી મળી હતી. આથી ચોટીલા તાલુકાના નાનીમોરસલ ગામે દરોડો કરતા વિઠ્ઠલભાઇ હિરાભાઇ મકવાણાના મકાનમાંથી 3 કિલો 700 ગ્રામ ગેરકાયદે પોષડોડવા મળી આવ્યા હતા. આથી આ શખસ સહિત પોષડોડવા કિંમત રૂ.11,100નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ દરોડામાં પીઆઇ બી.એમ.રાણા, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, એએસઆઇ મગનલાલ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચુડાસમા સહિત એસઓજી પોલીસ ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...