તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સુરેન્દ્રનગર જિલ્લામાં 10 લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 35 ટકા જ રસીકરણ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંગળવારે ગાંધી હોસ્પિટલમાં રસીકરણ યોજાતા લોકોએ લાભ લીધો હતો.  - Divya Bhaskar
મંગળવારે ગાંધી હોસ્પિટલમાં રસીકરણ યોજાતા લોકોએ લાભ લીધો હતો. 
  • 15 દિવસમાં 18થી 44 વર્ષના લોકોનું માત્ર 12 ટકા રસીકરણ
  • અત્યાર સુધી 45થી 60 અને 60થી ઉપરના 63 ટકાએ રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં 16 જાન્યુઆરીથી રસીકરણ હાથ ધરાતા અત્યાર સુધીમાં 10 લાખના લક્ષ્યાંક સામે અંદાજે 6 માસમાં 3,49,448 લોકએ રસી લેતા 35 ટકા જ રસીકરણ થયુ હોવાનું બહાર આવ્યુ હતુ. આમ હજુ 65 ટકા લોકોને રસી દેવા માટે તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ 18-44 વર્ષના લોકોને 1 જુથી રસી દેવાનું શરૂ કરાતા સૌથી ઓછી એટલે અત્યાર સુધીમાં 12 ટકા જ રહી છે. આમ આવા લોકોમાં હજુ પણ રસીની જાગૃતા સહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે.

જિલ્લાની અંદાજે 17 લાખથી વધુની વસતી સામે 10,00,000 લોકોને રસી આપવાનો તંત્રે લક્ષ્યાંક બનાવ્યો છે. જેની હાલ તા. 16 જાન્યુઆરીથી લઇને તા. 15 જૂન સુધીમાં માત્ર 3,49,448 લોકોએ જ રસી લીધી છે. આમ જિલ્લામાં અંદાજે 6 માસમાં 35 ટકા રસીકરણ થતા હજુ પણ બાકી 65 ટકા લોકોને રસી દેવા માટે જિલ્લાના તંત્રમાં દોડધામ મચી છે.

કારણ કે, તા. 1 જુનથી 18-44 વર્ષના 7,00,000 લોકોના રસીકરણ સામે અત્યાર સુધીમાં 86,027 લોકોએ રસી મૂકાવતા તેની ટકાવારી હાલ માત્ર 12 રહી છે. 15 દિવસની વાત કરીએ દિવસ દરમિયાન આવા 1 ટકા લોકો પણ રસી મૂકાવતા નથી. જેની સામે 45-60 તેમજ 60થી ઉપરના 3,00,000ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 45-60ના 1,06,066 તેમજ 60થી ઉપરની ઉંમરના 83,493 સહિત કુલ 1,89,259એ રસી લેતા આવા 63 ટકાએ રસી મૂકાવી હતી.

સીધી વાત ડો. ચંદ્રમણિકુમાર પ્રસાદ , જિલ્લા આરોગ્ય અધિકારી સવાલ : 18થી 44 વર્ષના લોકોમાં રસી લેવાનું પ્રમાણ કેમ ઓછું છે? જવાબ : ઉચ્ચકક્ષાએથી આદેશ મળ્યા બાદ 15 દિવસ પહેલા જ રસી દેવાનું શરૂ કરાયું છે. જેમ જેમ ઉત્સાહ વધશે તેમ પ્રમાણ વધશે. સવાલ : 10 લાખના લક્ષ્યાંક સામે શું આયોજન છે ? જવાબ : હાલ જિલ્લામાં તેના માટે શહેરી,ગ્રામ્યકક્ષાએ નવા કેન્દ્રો પણ વધારાશે. રાત્રે પણ રસીકરણનું આયોજન ચાલું છે. સવાલ : હાલ કઇ ઉંમરના લોકો વધુ રસી લે તે જરૂરી છે ? જવાબ : જિલ્લામાં 18-44 ઉંમરના લોકોએ જાગૃતા દાખવીને વધુમાં વધુ રસી લે ખૂબ જરૂરી છે.

અત્યાર સુધીમાં 74,086એ બીજો ડોઝ લીધો
જિલ્લામાં અત્યાર સુધીમાં 3,49,449 લોકોએ રસી લેતા તેમાં 2,75,362 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે તેની સામે 74,086 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જેમાં છેલ્લા 15 દિવસમાં 18-44 વર્ષના લોકોએ 96,238, 45-60 વર્ષના 21,373 અને 60થી ઉપરની ઉંમરના 10,655 લોકોએ રસી સાથે કુલ 99,909 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...