તસ્કરોએ ભારે કરી:સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામમાં ત્રાટકી તસ્કરો ત્રણ ખેતરોમાંથી 27 ગાંસડી કપાસ ઉઠાવી ગયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરો કોઈપણ વસ્તુની ચોરી કરવામાં પાવરધા બન્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેકવાર અનેક પ્રકારની ચોરીના બનાવો સામે આવ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામ ખાતે ત્રણ ખેડૂતોના ખેતરમાં હાલમાં કપાસ વીણવાની સીઝન ચાલી રહી છે, ત્યારે કપાસની વિણાટ કરી અને ગાંસળીઓ બાંધી અને પોતાના ખેતરમાં રાખવામાં આવી હતી. ત્યારે ત્રણ ખેડૂતોની 27 ગાંસડી કપાસ ચોરાયો હોવાની હાલમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

આ ચોરીની ઘટના અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામ ખાતે મહમદભાઈ તેમજ બીજા બે અન્ય ખેડૂતોના ખેતરમાંથી છેલ્લા બે દિવસથી કપાસ વીણવાની સીઝનના સમયે કપાસ વીણી અને પોતાના ખેતરમાં ગાંસળીઓના થપ્પા મારવામાં આવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યો તસ્કર આવી અને ત્રણ ખેતરમાં 27 જેટલી ગાંસળીઓ ઉપાડી અને ચાલ્યો ગયો હોવાની હાલમાં મહમદભાઈએ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે ખેડૂતોમાં પણ ભારે રોષની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...