ચોરી:સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, બાઈક, ટીવી અને લેપટોપ સહિતની વસ્તુઓની ચોરી કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, બાઈક, ટીવી અને લેપટોપ સહિતની વસ્તુઓની ચોરી કરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, બાઈક, ટીવી અને લેપટોપ સહિતની વસ્તુઓની ચોરી કરી
  • મકાનમાં રહેતા ભાડુઆત બહાર ગામ જતા તસ્કરોએ હાથ ફેરો કર્યો
  • પોલીસ ધટના સ્થળે જઇ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારના શેરી નંબર 6માં શુક્રવારે વહેલી સવારે બે બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ વિસ્તારમાં જયશ્રી વિશ્વકર્મા ભુવનમાં ભાડે રહેતા ભરત ત્રિવેદી પરીવાર સાથે ભાવનગર મુકામે છેલ્લા અઠવાડીયાથી ગયા હતા. એ બંધ પડેલા મકાનના તસ્કરોએ તાળા તોડી એક બાઇક, ટીવી અને લેપટોપની ચોરી કરી હતી. તેમજ એ જ શેરીમાં બ્રેડના ધંધા સાથે સંકળાયેલા જયેશભાઈએ માલસામાન ભરવા રાખેલા મકાનના તાળા તસ્કરોએ તોડ્યાં હતા. જોકે, ત્યાથી કઈ ન મળતા તસ્કરો ફરાર થઈ ગયા હતા.

બે મકાનના તાળા તોડ્યા, એક મકાનમાંથી કઈ ન મલ્યુંશહેરના જોરાવરનગર વિસ્તારમાં એક જ દિવસે બે મકાનોના તાળા તુટ્યા હતા. ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. જયશ્રી વિશ્વકર્મા ભુવનમાં ભાડે રહેતા અને ભાવનગર મુકામે છેલ્લા અઠવાડિયાથી ગયા હોવાથી તસ્કરોએ આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં બાઇક, ટીવી અને લેપટોપની ચોરી કરી છે. આ મકાનમાંથી અન્ય કોઇ વસ્તુની ચોરી થઇ છે કે ‌‌‌કેમ? એ તો મકાન માલિક આવે ત્યારે વધુ વિગતો બહાર આવશે. તેમજ એ જ શેરીમાં આગળ રહેતા જયેશભાઈ કોશીશ બ્રેડ, ટોસ્ટનો ધંધો કરે છે. એમણે માલસામાન ભરવા રાખેલા મકાનના તાળા તસ્કરોએ તોડયાં હતા. જોકે, ત્યા કોઇ કિંમતી વસ્તુઓ ન મળતાં તસ્કરો ફરાર થયા હતા. આ ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રોડ પર લાગેલા સીસીટીવીની તપાસ કરી તસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

બંધ રહેતા મકાનની જાણકારી પોલીસને આપવા નાગરિકોને અપીલ કરાઇજિલ્લા પોલીસ વડાએ મકાન માલિક કે ભાડુઆતો કોઇ કામગીરી અર્થે બહારગામ જતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અનેક વખત અપિલ કરી છે. છતાં બહારગામ જતા પરિવારો જાણ નથી કરતાં જેથી તસ્કરોને બંધ મકાનને આસાનીથી નિશાન બનાવે છે. ત્યારે બહારગામ જતાં પરીવારો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપે જેથી પોલીસ સતત આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહે તેવી અપિલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...