તસ્કરી:હળવદના ચરાડવામાં તસ્કરો ટ્રેક્ટરની ટ્રોલી ઉઠાવી ગયા, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના ચરાડવામાં તસ્કરો ટ્રેક્ટરની ટ્રોલી ઉઠાવી ગયા - Divya Bhaskar
હળવદના ચરાડવામાં તસ્કરો ટ્રેક્ટરની ટ્રોલી ઉઠાવી ગયા
  • પોલીસે રૂપિયા 20 હજારની કિંમતની ટ્રોલી ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

હળવદના ચારડવાના ગોપાલનગરમાંથી તસ્કરો શેરીમાં રાખેલી ટ્રેક્ટરની ટ્રોલી ઉઠાવી ગયા હતા. જેને લઈ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સામાન્ય રીતે તસ્કરો સોના-ચાંદીના દાગીના, વાહન કે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે. જોકે, હળવદમાં તસ્કરોએ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી હતી.

આ ચોરીના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા જગદીશભાઇ ગોકળભાઇ ચૌહાણે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.6મેના રોજ તેમના ઘર બહાર રાખેલી ટ્રેક્ટરની ટ્રોલી રજી નંબર GJ-13-Y-4991 કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. આ મામલે પોલીસે રૂપિયા 20 હજારની કિંમતની ટ્રોલી ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...