ચોરી:પાટડીના નગવાડામાં ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ 15 મણ જીરાના 19 કોથળાની ચોરી કરી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 1 લાખ 14 હજારના મુદ્દામાલની ચોરીને લઈ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
  • અંધારાનો લાભ લઈ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

પાટડીના નગવાડામાં બંઘ ગોડાઉનમાંથી 57 મણ જીરાના 19 કોથળાની ચોરી થતા ચકચાર મચી છે. રૂપિયા 1 લાખ 14 હજારના મુદ્દામાલની ચોરીને લઈ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પાટડી તાલુકાના નગવાડા ગામે રહેતા નિલેશભાઇ દેવાભાઇ પાવરાની માલિકીના નગવાડા ગામમાં આવેલા પોતાની માલિકીના બંધ ગોડાઉનમાં રાખેલા જીરા અને એરંડાના કોથળાના જથ્થામાંથી તસ્કરોએ ચોરી કરી હતી. રાત્રીના અંધારામાં તસ્કરોએ ગોડાઉનના તાળા તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાંથી જીરાના કોથળા નંગ- 19, કુલ મણ-57ની ચોરી કરી અંધારામાં નાસી છૂટ્યા હતા.

ત્યારે રૂપિયા 1 લાખ 14 હજારના મુદ્દામાલની ચોરીની ઘટના અંગે દસાડા પોલિસ મથકે ફરીયાદ નોંધાતા પોલિસે ડોગ સ્કવોડ, ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાત અને એફએસએલની મદદ લઇ તસ્કરોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...