તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં ચોરી:મોરબીમાં ભરબપોરે બ્રેઝા કારના કાચ તોડી તસ્કર રૂપિયા 4 લાખ અને લેપટોપ ચોરી જતા ચકચાર

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં ભરબપોરે બ્રેઝા કારના કાચ તોડી તસ્કર રૂપિયા 4 લાખ અને લેપટોપ ચોરી જતા ચકચાર - Divya Bhaskar
મોરબીમાં ભરબપોરે બ્રેઝા કારના કાચ તોડી તસ્કર રૂપિયા 4 લાખ અને લેપટોપ ચોરી જતા ચકચાર
  • મોરબી લાલબાગ સેવા સદન નજીક અજાણ્યો તસ્કર કળા કરી ગયો

મોરબી શહેરના લાલબાગ નજીક જૂની ટ્રેઝરી ઓફીસ પાસે પાર્ક કરેલી બ્રેઝા કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરે કારમાંથી રૂપિયા 4 લાખ રોકડા, લેપટોપ, બોલેરો ગાડીની આરસી બુક સહિતની માલમતાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે.

આ ચકચારી બનાવની વિગત જોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં ગાયત્રીચોકમાં રહેતા ભાસ્કરભાઇ નાનજીભાઇ બાવરવાએ લાલબાગ સેવા સદન નજીક જૂની ટ્રેઝરી પાસે પોતાની બ્રેઝા કાર પાર્ક કરી હતી ત્યારે બપોરનાં અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે અજાણ્યા તસ્કરે ગાડીનો કાચ તોડી કારની અંદર રાખેલ રોકડા રૂ. 4,00,000 એચ.પી. કંપનીનું લેપટોપ કિં.રૂ. 20,000 અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપરાંત ફરિયાદીની માલિકીની બોલેરો કાર રજી.નં. GJ-36-V-0091ની તથા બોલેરોની અસલ આરસી બુક, એસબીઆઇ, યુબીઆઇ અને એચ.ડી.એફ.સી. બેંકની ત્રણ પાસ બુક તથા એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક સહિત કુલ મુદામાલ રૂ. 4,20,000નો મુદ્દામાલ ચોરી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ભાસ્કરભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તસ્કરની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...