ધાર્મિક કાર્યક્રમ:સુરેન્દ્રનગરમાં ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ્ઠ પર્વની ઉજવણી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ દેવીની સ્થાપના કરી ધાર્મિક કાર્યક્રમોમાં લોકો જોડાયા

સુરેન્દ્રનગરમાં વસતા ઉતરભારતીય લોકો માટે અખીલ ભારતીય સેવા સંઘે છઠ્ઠ મહાપર્વનું આયોજન કર્યુ હતુ.જેમાં અનેક લોકો જોડાયા હતા.જ્યારે ધોળી ધજા ડેમ ખાતે છઠ્ઠના દિવસે સુર્યદેવનુ પુજન કરાયુ હતુ. ઉતર ગુજરાતમાં વસતા લોકોમાં છઠ્ઠ પર્વની ઉજવણીનું અનેરૂ મહત્વ હોય છે.સુરેન્દ્રનગર શહેરમાં 3 હજારથી વધુ લોકો વસે છે.ત્યારે અખીલ ભારતીય સેવા સંઘ દ્વારા છઠ્ઠ મહાપર્વની ભવ્ય ઉજવણીનુ઼ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં પાંચ દિવસ સુધી માતાજીની સ્થાપના કરી લોકોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.જ્યારે છઠ્ઠ પર્વનિમિતે ડુબતા સુર્યનારાયણને અર્ધ આપવાનું મહાત્મય છે.આથી શહેરના ધોળી ધજા ડેમ પાસે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે છઠ્ઠ ઘાટ નગરપાલિકા દ્વારા સફાઇ કરી બનાવી આપવામાં આવ્યો હતો.

જ્યાં મંડપ સહિતની સુવિધા ઓ સાથે આથમતા સુર્યનારાયણને ફળો સહિત વિવિધ વસ્તુઓ અને દ્રવ્યોનો અર્ધ આપી લોકોએ છઠ્ઠ પર્વની ઉજવણી કરી હતી.આ પ્રસંગે સામાજીક કાર્યકર ચંદ્રેશભાઇ પટેલ, ચેતનસિંહ પરમાર સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે પાલિકાના કર્મચારીઓ સહિત રવિભાઇ શ્રીવાસ્તવ તથા અખીલ ભારતીય સેવા સંઘના સેવાભાવી લોકોએ કાર્યક્રમ સફળ બનાવવા પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...