રજૂઆત:સોસાયટીમાં જૈન પરિવારો રહેતા હોવાથી વિધર્મીઓ વસશે તો મુશ્કેલી થશે : રહીશો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ધમાન નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં અશાંતધારો લાગો કરાવો
  • ​​​​​​​રહીશોની કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી, યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડના વર્ધમાન નગર કો-ઓપરેટિવ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં વિસ્તારમાં જૈન પરિવારો રહેતા હોવાથી વિધર્મિ લોકો આવી વશે તો અલગ રિતભાત અને ખાનપાનના કારણે મુશ્કેલી થાય તેમ છે. આથી આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માગ કરી હતી. જો તેમ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ રામકુટીર પાસે આવેલા લવજીભાઇ તુલશીભાઇ વર્ધમાન નગર કો-ઓપરેટિવ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં સ્થાનકવાસી જૈન સિવાય કોઇને સભાસદ ન બનાવવા નક્કી કરાયું છે. અહીં 100 ઘરમાં જૈન લોકો રહે છે. આ સોસાયટીના 6 જેટલા મકાન અમુક સદસ્યોને લાલચ આપી વિધર્મીઓ સફળ થયા છે. અને બીજા મકાન ખરીદવાની કોશીશ કરી રહ્યા છે. જો સોસાયટીમાં વિધર્મી લોકો તેમની અને અમારી રહેણી કહેણી અને ખાનપાન અલગ હોવાથી મુશ્કેલી પડે તેમ છે.

અને આથી મકાન વેચીને હિજરત કરવાનો સમય આવે અને વિધર્મી સસ્તા ભાવે મજબૂરીનો લાભ લઇ મકાન પડાવી લે તેવી સ્થિતિ ભવિષ્યમાં પેદા થાય તેમ છે. દેશમાં ધાર્મિક સ્વતંત્રતા તમામ ધર્મોને બંધારણે બક્ષી છે. ભૂતકાળમાં શહેરના જવાહરચોક પાસે કેરીબજાર વિસ્તારમાં જૈનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી પરંતુ વિધર્મી આવી વસતા જૈનો મકાન વેચી બીજા વિસ્તારમાં જતા રહેતા માત્ર 3 પરિવાર બચ્યા છે. આજ રીતે રતનપર વિસ્તારની જાંબુદ્વિપ સોસાયટી બની ત્યારે 100 જૈન પરિવાર હતા તેમાં પણ આજ રીતે 1 જ જૈન પરિવાર બચ્યો છે. આ ઉપરાંત વર્ધમાનનગર, સત્યનારાયણનગર, રઘુવીરનગર સહિતમાં પણ લોકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...