તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:જિલ્લામાં પરશુરામ પ્રાગટ્યોત્સવ અને ઇદની સાદગીપૂર્વક ઉજવણી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોએ ઘરમાં જ રહીને પરશુરામ દાદાની આરતી કરી
  • કોરોનાગ્રસ્ત લોકો ઝડપથી સાજા બને તે માટે વઢવાણ મુસ્લિમ સમાજે જૂનાં કપડાં પહેરીને નમાજ અદા કરી

સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા શુક્રવારના રોજ અખાત્રીજ નિમિતે કોઇ ઉજવણીનું આયોજન કરાયુ ન હતુ. આ અંગે પાલિકા પ્રમુખ ખને બ્રહ્મસમાજના આગેવાન વિરેન્દ્રભાઇ આચાર્ય, કશ્યપભાઇ શુકલ, સહિતનાઓએ જણાવ્યુ કે દર વર્ષે ઉજવણી કરાય છે પરંતુ આ વર્ષ કોરોનાને કારણે ઉજવણી કરાઇ ન હતી. જ્યારે બ્રહ્મસમાજના લોકોએ ઘરોમાં જ રહીને પરશુરામ દાદાની આરતી કરી હવન કરી સાદગી પુર્વક ઉજવણી કરી કોરોના મહામારી થી વિશ્વ આખુ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.જ્યારે થાનના પરશુરામદાદાના મંદિરે બ્રહ્મસમાજના યુવાનોએ પરશુરામદાદાની આરતી કરી વિશ્વ કોરોનાથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. વઢવાણ મુસ્લિમ સમાજે રમજાન ઇદની ઉજવણી સાદગીપૂર્વક કરી હતી.

મુસ્લિમ સમાજે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખા રમજાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અલ્લાહની બંદગી કરી હતી. અને લોકો ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે. પરંતુ હાલ કોવિડ-19ની મહામારી હોવાથી અને અનેક લોકોના મોત થાય હોવાથી વઢવાણમાં આ વર્ષે ઇદ સાદગી પૂર્વક ઉજવવાની નક્કી કરી અને જે દર વર્ષે નમાજ પઢવા માટે ઇદ મસ્જિદે જવાનું હોય તે બંધ રાખીને ઇદની નમાજ પોતાના વિસ્તારમાં આવેલી મસ્જિદમાં સરકારી ગાઇડલાઈન મુજબ ડિસ્ટન્સ રાખીને ઇદની નમાજ અદા કરી હતી.

ઉપરાંત કોરનાની મહામારીમાં મોતને ભેટેલા લોકોને શાંતિ મળે તેમજ હાલ જે કોરોનાગ્રસ્ત લોકો જલ્દીથી સાજા થાય તે માટે તહેવારમાં નવા કપડા પહેરતા મુસ્લિમ સમાજે જુના કપડાઓ જ પહેરીને નમાજ અદા કરી હતી. આ ઉપરાંત જિલ્લો, ગુજરાત, ભારત સહિત વિશ્વમાં કોરોના નાબુદ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...