તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુદરતના સફાઇ કામદાર:ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો, ગીધને બચાવવા ઘુડખર અભયારણ્યના અધિકારીઓની તકેદારી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામડાઓમાં ગીધ જોવા મળે છે
  • ઘુડખર અભયારણ્યના અધિકારીઓ ગમડાઓની મુલાકાત લઈને ગીધ વિષેની માહિતી મેળવે છે

ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ગીધને બચાવવા શુ કરવું જોઇએ તેની તકેદારી માટે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારના ગામની અવારનવાર મૂલાકાત લે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારદ, ચંદ્રાસર, રાજ ચરાડી, મેથાણ, જેવા ગામડામાં ગીધની સંખ્યા આશરે 50 જેટલા જોવા મળે છે. હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે, પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારના ગામની અવારનવાર મુલાકાત લઈને ગીધ વિષેની માહિતી મેળવી હતી. જેમાં આ વિસ્તારની જગ્યાએ જઈને ઝાડની અંદર તેના માળા છે તેની શું હાલત છે અને કેટલા માળા છે. તેની માહિતી લેવામાં આવી હતી. સાથે સ્થાનિક લોકો સાથે પણ ગીધને બચાવવા માટે શું કરવું જોઈએ તે માટે આ ગામના લોકો જાગૃત છે. તેનો જોઈતો ખોરાક તેના નજીકના વિસ્તારમાં જ મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.

ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર આ પક્ષીને બચાવા માટે શુ કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધે શકે. તે બધી બાબતો વધુ મહત્વની છે. ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે.અને તેની સંખ્યા પહેલા બહુ હતી પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. પર્યાવરણના પ્રકૃતિ સફાઇ કામદાર ગણાતા ગીધની સંખ્યા આ જિલ્લામાં જોવા મળી રહી છે. આ વિસ્તારમા વાડી ખેતરોમા પણ ખેડૂતો ગીધને સાચવે છે.

કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. પશુધનને આપવામાં આવતી 'ડાઇક્લોફેનાક' દવા ગીરધારી ગીધ માટે મોતનો આહાર બનવા પામી છે. પશુ ચિકીત્સકો અને માલધારીઓ જાગૃતિ નહીં દાખવે તો લૂપ્ત થવાના આરે પહોંચેલા ગીધ માત્ર ચોપડીઓનાં પાના પર જ જોવા મળશે અે પણ નરી વાસ્તવિકતા છે.

સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં સાવ ઓછી
વર્ષ 1986માં બી.એન.એચ.એસ.ની ટીમેં કરેલા સર્વેમાં ગીધની સખ્યાંમાં 95%નો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામેં આવી હતી. કારણ કે નિ:શુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયું હોવાની વાતો સંભળાય છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં તો પુરા વિશ્વમાં 95% કરતા પણ ઓછી થઇ ગઇ છે.

ઝાલાવાડ વિસ્તારમાં પશુઓને દુ:ખાવા માટે આપવામાં આવતી 'ડાઇક્લોફેનાક' નામની દવાનું પ્રમાણ વધુ છે. આ દવા ગીધ માટે મોતનું કારણ બની જાય છે. જો પશુ પાલકો અને પશુ ચિકીત્સકો ગીધ માટે આ ઘાતક દવા બંધ કરી તેના વિકલ્પ રૂપે મળતી 'મેલોક્સીકેમ' દવાનો ઉપયોગ કરે તો ગીધની જાતીને લૂપ્ત થતી બચાવી શકાય.

ડાઇક્લોફેનાક શું છે?
પશુઓને સાંધાના દુ:ખાવા માટે કે અન્ય દુ:ખાવા માટે વપરાતી આ દવા હવે પ્રતિબંધિત છે. ડાઇક્લોફેનાક દવા આપી હોય એવા પશુનું માંસ ખાનાર ગીધની કિડની ખરાબ થઇ જાય છે. વિશ્વ લેવલે ગીધની વસ્તી ઓછી થવા માટે આ દવા જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ-2008થી પ્રતિબંધિત કરી છે.

દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ સેફ ઝોન
દેશભરમાં ગુજરાત રાજ્ય જ એક એવો પ્રદેશ છે જ્યાં ગીધ માટે બે સલામત પ્રદેશ છે. જેમાં એક સૌરાષ્ટ્ર અને બીજો અમદાવાદ છે. આ બન્ને સ્થળોને 'વલ્ચર સેફ ઝોન' તરીકે જાહેર કરાયા છે. ગીધનો મુખ્ય ખોરાક મૃતદેહો હોય છે. પરંતુ ગીધ નામશેષ થઇ જતા આવા મૃતદેહોના કારણે પણ રોગચાળો ફેલાશે અે પણ કડવી વાસ્તવિકતા છે.

ગીધને બચાવવા યુવાને કમર કસી
લુપ્ત થઇ રહેલા ગીધ પર પીએચડી કરી ચુકેલા અને ગીધને બચાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા આદિત્ય રોય જણાવે છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, લખતર અને ધ્રાંગધ્રા પથંકમાં આ સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટીંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. વધુમાં ઢોરોને દુખાવાના નિદાન માટે અપાતી 'ડાયક્લોફિનેક્સ' દવાના કારણે એ ઢોર મૃત્યુ પામ્યા બાદ એનું માસ ખાધાના માત્ર 72 કલાકમાં જ ગીધ કિડની અને લિવર ફેલ થતા મોતને ભેટે છે. વધુમાં ગીધ વર્ષમાં માત્ર એક જ ઇંડુ મુકી એક જ બચ્ચાને જન્મ આપે છે. અને પાંચ વર્ષ સુધી એ ગીધનું બચ્ચુ પરિપકવ થઇ બીજા બચ્ચાને જન્મ આપી શકતુ ન હોવાથી ગીધની વસ્તીમાં 90થી 95%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...