તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની નોટીસ:મંજૂરી વગર શરૂ થયેલી હળવદની શ્રીજી હોસ્પિટલને અંતે તાળા લાગ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મંજૂરી વગર શરૂ થયેલી હળવદની શ્રીજી હોસ્પિટલને અંતે તાળા લાગ્યા - Divya Bhaskar
મંજૂરી વગર શરૂ થયેલી હળવદની શ્રીજી હોસ્પિટલને અંતે તાળા લાગ્યા
  • બાંધકામ પરવાનગી કે ફાયર સેફટી ન હોવાથી નગરપાલિકાએ આપી હતી સિલ કરવા ચીમકી
  • હોસ્પિટલ પુનઃ શરૂ કરવા ગોઠવાતા રાજકીય સોગઠા

હળવદ શહેરમાં આવે સરા ચોકડી ખાતે તાજેતરમાં જ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી, જોકે હોસ્પિટલના સંચાલકોએ બાંધકામની પરવાનગી કે ફાયર સેફટી ન હોવાનું પાલીકાના ધ્યાને આવતા પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે નોટિસનો કોઇ યોગ્ય જવાબ ન મળતા પાલિકા દ્વારા હોસ્પિટલને ત્રણ દિવસમાં બંધ કરી દેવા જણાવ્યું હતું. જેથી આજે પાલિકા હોસ્પિટલને તાળુ મારે તે પહેલાં સંચાલકોએ તાળા મારી દીધા છે.

શ્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન તથા સરકાર અન્ય લાગુ પડતા નિયમો/જોગવાઈઓ મુજબ મંજુર કરેલા વિકાસ પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામ કર્યા બાદ ફાયર એન.ઓ.સી. તથા બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ (બી.યુ. પરમીશન) મેળવ્યા સિવાય ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળતાં નગરપાલિકા દ્વારા નોટીસ ફટકારી બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ (બી.યુ. પરમીશન) અને ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય તો તેના આધાર પુરાવા દિવસ-૩ માં રજુ કરવા જણાવ્યું હતું.

જેથી ત્રણ દિવસ પુરા થયા બાદ પણ આધાર પુરાવા રજૂ ન કરાતા પાલિકા દ્વારા આજે હોસ્પિટલને સીલ કરવામાં આવનાર હોય જો કે પાલિકા સીલ કરે તે પહેલા જ હોસ્પિટલના સંચાલકોએ હોસ્પિટલને તાળા મારી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...