તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:વઢવાણના શખ્સને બીજાનું ડમ્પર બતાવી વડોદરાના બે શખ્સો રૂ. 14 લાખ ઓળવી ગયાની પોલીસ ફરીયાદ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સોદો કરનારા વડોદરાના શખ્સને બાના પેટે રૂ. 1.50 લાખ અને ફાયનાન્સ કંપનીના નામે રૂ. 12.50 લાખ ભરાવી કૌભાંડ આચરાયુ

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બે શખ્સો જૂના વાહનોની લે-વેચ કરતા શખ્સ પાસેથી બીજાનું ડમ્પર બતાવી સોદો કરનારા વડોદરાના શખ્સને બાના પેટે રૂ. 1.50 લાખ અને ફાયનાન્સ કંપનીના નામે રૂ. 12.50 લાખ ભરાવી કૌભાંડ આચરાયુ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા ભવાનીસિંહ રવિસંગ ખેરના મિત્ર દલપતભાઇ ( રહે- રામપરા તા-વઢવાણ )ને જૂના ડમ્પર ખરીદવાની જરૂર હોઇ વડોદરામાં જૂના વાહનોની લે વેચ કરતા જુબેરભાઇ સુમરાભાઇનો સંપર્ક કરતા એમણે મોબાઇલ વ્હોટ્સઅપથી એક સેકન્ડ હેન્ડ ડમ્પરના ફોટા મોકલી આ ડમ્પર સસ્તામાં આપી દેવાનું હોઇ એમ જણાવી વઢવાણના આ બંને શખ્સોને રૂબરૂ વડોદરા બોલાવ્યા હતા. અને વડોદરામાં શ્રીરામ ઓટોમોબાઇલ પાર્કિંગ પાર્કમાં પાર્ક કરેલું બીજાનું ડમ્પર બતાવવાની સાથે ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનન્સના સાહેબ તરીકે બીજા વ્યકિત સાથે વાત કરાવી વિશ્વાસમાં લીધા બાદ વડોદરાના જુબેરભાઇ સુમરાભાઇએ સુરેન્દ્રનગરના વઢવાણના આ બંને શખ્સો પાસેથી બાના પેટે રૂ. 1.50 લાખ રોકડા લઇને સોદો કર્યો હતો.

બાકીના રૂ. 12.50 લાખ ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનાન્સના નામે અન્ય વ્યક્તિના બેંક ખાતામાં ચાર વખતમાં રૂ. 1 લાખ, રૂ. 1.50 લાખ, રૂ. 4.50 લાખ અને રૂ. 5.50 લાખ મળી કુલ રૂ. 12.50 લાખ રૂ. બેંકમાં આરટીજીએસ દ્વારા જમા કરાવ્યાના બીજા દિવસે ડમ્પરની ડિલિવરી લેવા માટે વડોદરા ગયા હતા. પરંતુ ત્યાં ડમ્પર પણ નહીં મળી આવવાની સાથે રૂ. પણ પરત ન મળતા વઢવાણના આ બંને શખ્સોએ એમણે ભરેલા રૂ. 12.50 લાખના ખાતા અંગે તપાસ કરતા આ ખાતુ ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનાન્સના નામે નહીં પરંતુ વડોદરાના ભાવેશભાઇ રણછોડભાઇ સોનીના નામે હોવાનું ખુલવા પામ્યું હતુ.

પોલિસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા
ડમ્પરની તપાસ કરતા આ ડમ્પર એનો માલિક સમયસર હપ્તા ન ભરતા કંપનીને પાછુ ખેંચી લીધુ હતુ. બાદમાં ડમ્પરનો માલિક હપ્તા ભરી બે દિ'અગાઉ ડમ્પર છોડાવી જતા આ કેસમાં રૂ. 14 લાખની છેતરપીંડી થઇ હોવાનું બહાર આવ્યું હતુ. આ બનાવ અંગે વઢવાણના ખોડુ ગામના ભવાનીસિંહ રવિસંગ ખેરે વડોદરાના જુબેરભાઇ સુમરાભાઇ અને ભાવેશભાઇ રણછોડભાઇ સોની વિરૂદ્ધ સુરેન્દ્રનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો