સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી મામલતદાર કચેરીમાં સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં સામાન્યથી લઇ મધ્યમ વર્ગનાં દરેક લોકો વિવિધ કામ અર્થે આવે છે. ત્યારે મામલતદાર કચેરીમાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ 10:30નો સમય હોવા છતા 11 વાગ્યા બાદ આવતા હોવાની મામલતદાર પાસે ફરિયાદો ઉઠી હતી.
મુખ્ય અધિકારી ફરજ પર હાજર ન રહેતા લોકોમાં રોષ
મામલતદાર કચેરીમાં મંગળવારે એટીવીટી શાખાનાં મુખ્ય અધિકારી 11:30 થવા છતા પોતાની ફરજ પર હાજર ન રહેતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. જેને લઈ મામલતદાર આર.એસ.લાવડીયા દ્વારા બુધવારે સવારે 10:45 બાદ વિવિધ શાખામાં તપાસ કરતા 22 માંથી 11 કર્મચારી સમય કરતા મોડા આવતા તમામને 6 વાગ્યા સુધીમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું. જેથી મામલતદાર કચેરીમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો હતો.
મોડા આવવાનું કારણ ધરી ખુલાસો આપવા નોટિસ
આ અંગે ઇન્ચાર્જ મામલતદાર આર.એસ.લાવડીયાએ જણાવ્યું હતુ કે, મૂળી મામલતદાર કચેરીની વિવિધ શાખામાં કેટલાક સમયથી સ્ટાફ સમયસર હાજર ન રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી લોકોના પ્રશ્નોને ધ્યાને લઇ 11 કર્મચારીને મોડા આવવાનું કારણ ધરી ખુલાસો આપવા નોટિસ અપાઇ છે. જો જવાબ નહી અપાય તો એક તરફી નિર્ણય કરી શિક્ષાત્મક પગલા લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.