તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લોકડાઉનમાં ચોક્કસ વેપારીઓની દુકાનો બંધ રખાવાય છે : વેપારીઓ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા વેપારી એસો.ના અગ્રણીઓએ આવેદન આપ્યું
  • લોકડાઉનને કારણે વેપારીઓની હાલત ખરાબ થઇ ગઇ હોવાથી આર્થિક સહાય જાહેર કરવા માંગ કરાઇ

સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાને લઇને ધંધા રોજગાર ઉપર ખુબ જ ખરાબ અસર થઇ છે. તેમાં પણ વર્તમાન સમયે નાખવામાં આવેલા લોકડાઉનને કારણે વેપારીઓની આર્થિક કમ્મર ભાંગી ગઇ છે. શહેરમાં કોરોનાના કેસ ખુબ વધી ગયા હતા. ત્યારે વેપારીઓએ 5 દિવસ માટે સ્વૈચ્છીક બંધ પાળીને સહકાર આપ્યો હતો. ત્યારે વર્તમાન સમયે ચોક્કસ વેપારીઓને ટારગેટ બનાવીને દુકાનો બંધ રખાવવામાં આવતી હોવાની રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરમાં તા.18 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને વેપારીઓમાં અવઢવ છે. ત્યારે બુધવારે વેપારીઓએ સવારે દુકાનો ખોલી હતી. પરંતુ પોલીસ દ્વારા જાહેરનામાનો અમલ કરીને દુકાનો બંધ કરાવવામાં આવતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. સોના- ચાંદી, સાડી, રેડિમેઇડ કટલેટરી, કંસારા સહિતના તમામ વેપારી એસોસિયનના અગ્રણીઓએ રાજકિય આગેવાનોનો સાથે સરકારી અધિકારીઓને લેખીત રજૂઆત કરીને એવી વિગતો જણાવી હતી કે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં બીજી ઘણી એવી દુકાનો છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી થતુ આવી દુકાનો ખુલ્લી રહે છે. જયારે અમુક દુકાનોને જ ટારગેટ બનાવીને બંધ કરાવવામાં આવે છે.

લગ્નની સીઝનમાં અખાત્રીજના દિવસો સુધી જ ઘરાકી હોય છે. આવા સમયે ધંધા બંધ કરાવવામાં આવતા વેપારીઓની હાલત ખરાબ થઇ ગઇ છે. દુકાનો બંધ રહેવાને કારણે બેંકના હપ્તા, માણસોના પગાર સહિતના ખર્ચનો નિભાવ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. આથી શહેરના વેપારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...