રમત-ગમત:ધ્રાંગધ્રામાં ડીવાયએસપી કચેરી દ્વારા શુટિંગ-વોલિબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં ડીવાયએસપી કચેરી દ્વારા શુટિંગ-વોલિબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં ડીવાયએસપી કચેરી દ્વારા શુટિંગ-વોલિબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
  • ડીવાયએસપી દ્વારા તમામ પાર્ટીસિપેટ કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા અવારનવાર પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને આમ પ્રજાજનોમાં એકબીજા સાથે સુમેળભર્યું વાતાવરણ જળવાઇ રહે તેવા પ્રયત્નો કરવા તમામ પોલીસને પ્રેરીત કરવામાં આવે છે. જે અન્વયે ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિતની ટીમ દ્વારા અલગ-અલગ જ્ઞાતિના અલગ-અલગ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ શહેરી અને ગ્રામજનો વચ્ચે ભાઇચારાભર્યું અને સુમેળભર્યું વાતાવરણ જળવાઇ રહે એ માટે ધ્રાંગધ્રા ડીવાયએસપી કચેરીના પટાંગણમાં એક શૂટીંગ વોલીબોલ સ્પર્ધાના ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ વોલીબોલ સ્પર્ધામાં ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભગવતધામ એ, ભગવતધામ બી, માધવ ફ્લેટ, સનરાઇઝ સ્કુલ, પૃથ્વીપાર્ક, કે.એમ.હાઇસ્કુલ વોલીબોલની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોલીસ પરિવાર તરફથી ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તેમજ ધ્રાંગધ્રા સીટી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમ એ, ટીમ બી તથા ટીમ સી એમ ત્રણ ટીમોએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા સાંજના છ વાગ્યાથી બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધી ચાલી હતી.

આ વોલીબોલ ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલમાં કુલ ચાર ટીમોં આવી હતી. જેમાં સેમિફાઇનલમાં સનરાઇઝ સ્કુલ ટીમ, માધવફ્લેટ ટીમ, ભગવતધામ એ ટીમ અને નાયબ પોલીસ અધિક્ષકની ટીમ વચ્ચે રમાઇ હતી. બાદમાં ફાઇનલમાં ભગવતધામ એ ટીમ અને નાયબ પોલીસ અધિક્ષકની ટીમ વચ્ચે રમાઇ હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષકની ટીમ વિજેતા બની હતી. ડીવાયએસપી દ્વારા તમામ પાર્ટીસિપેટ કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા દ્વારા વિજેતા અને રનર્સ-અપ ટીમને ટ્રોફી અને બેસ્ટ શૂટર નિલેશભાઇ વ્યાસ તથા બેસ્ટ નેટર અરવિંદભાઇ દેકાવડીયાને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ખાસ હાજર રહેલા યોગેશ ઇન્ડસ્ટ્રીઝના માલિક જયેશ હિરાભાઇ પટેલે ખાસ હાજર રહી ટીમના ખેલાડીઓને ટ્રેકશૂટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...