તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્જેક્શન કેસ:શિવમની તપાસ શરૂ, રિમાન્ડમાં હજુ પણ બીજા આરોપીનાં નામ ખૂલવાની શક્યતા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુોકર માઇકોસિસની સારવારના ઇન્જેક્શન સાથે પકડાયેલા લીંબડીના શખસની તપાસનો રેલો છેક ગાંધીનગર અને અંકલેશ્વર સુધી પહોચ્યો છે. ત્યારે રિમાન્ડ ઉપર રહેતા મુખ્ય સૂત્રધાર એવા ચાર આરોપીઓની પૂછપરછમાં વધુ આરોપીના નામ ખૂલવાની પોલીસને આશા છે. છતાં હજુ પણ આ કેસનો માસ્ટર માઇન્ડ શિવમ હજુ પોલીસ પકડની બહાર છે. તેને સાણસામાં લેવા માટે પોલીસે દોડધામ શરૂ કરી દિધી છે.

સુરેન્દ્રનગરમાંથી મ્યુકોર માઇકોસિસની સારવાર માટેના 20 ઇન્જેક્શન સાથે લીંબડીના દલસુખ પરમારને પકડી લીધા બાદ આ કેસની એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવે છે. અંકલેશ્વરની કંપનીમાં કામ કરતા અભયે કુલ 40 ઇન્જેક્શનની ચોરી કર્યાની કબૂલાત કરી છે. બાકીના 20 ઇન્જેક્શન તેણે ક્યાં અને કેટલા રૂપિયામાં વેચ્યા તેની વિગતો માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિણામે આ કેસમાં બીજા આરોપીઓના પણ નામ ખૂલશે જે વાત નક્કી છે. કુલ 8 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પરંતુ ગુનાનો માસ્ટર માઇન્ડ શિવમ હજુ સધી પોલીસની પહોંચથી દૂર છે. શિવમ પોલીસના સાણસામાં આવ્યા બાદ બાકી આ કેસની વધુ કડીઓ બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...