રેસ્ક્યૂની કહાની:બોરમાં પડેલા શિવમના પિતાએ કહ્યું- 'મારી પત્નીએ બોરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો, રેસ્ક્યૂની આખી ઘટનામાં ત્રણ કલાક લાગ્યા'

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • શેઠ અને ગ્રામલોકોએ તંત્રને જાણ કરતા આર્મી સહિતની ટીમો તુરંત આવી પહોંચી: બાળકના પિતા
  • તંત્રને જાણ કરાયાના ત્રણ કલાકમાં શિવમને બહાર કાઢ્યો, રેસ્ક્યૂની માત્ર 40 મિનિટ ચાલ્યું

ધ્રાંગધ્રાના દુદાપુર ગામમાં 500 ફૂટ ઊંડા બોરમાં પડેલા બાળકને તંત્રએ માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બાળકના પિતાએ તંત્રનો આભાર માન્યો છે. જ્યારે આર્મીની ટીમની કામગીરીને લોકોએ બીરદાવી છે. બાળકના પિતા મુન્નાભાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી પત્ની રસોઇ બનાવી રહી હતી અને બાળક બોરમાં પડતા રડવાનો અવાજ આવતાએ ભાગી હતી. પછી અમે અમારા શેઠને જાણ કરી. શેઠ અને ગામલોકોએ તંત્રને જાણ કરતા ત્રણ કલાકમાં જ મારા બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.

શિવમ હાલ હોસ્પિટલમાં છે.
શિવમ હાલ હોસ્પિટલમાં છે.

જાણ થતા જ આર્મીના જવાનો દોડી આવ્યા
ધ્રાંગધ્રાના દુદાપુર ગામમાં બોરવેલમાં શિવમ નામનો અઢી વર્ષનો બાળક રમતા રમતા પડી ગયો હતો. આ ઘટનાની જાણ કરાતા આર્મીના જવાનો તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ યુદ્ધના ધોરણે ઓક્સિજન સાથે દિલ ધડક ઓપરેશન હાથ ધરી માત્ર 40 મિનિટમાં જ માસૂમને હેમખેમ બહાર કાઢ કાઢ્યો હતો. આ કામગીરીમાં ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પોલીસ સ્ટાફ અને અમદાવાદ NDRFની ટીમ જોડાઇ હતી. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું ત્યાથી 40 મિનિટમાં જ બાળકને બહાર કઢાયું હતું. ટીમોને જેતે સ્થળે પહોંચતા અને તૈયારીઓ કરતા ત્રણ કલાક લાગ્યા હતા.

શિવમના પિતા મુન્નાભાઇ.
શિવમના પિતા મુન્નાભાઇ.

મારા બાળકને નવું જીવન મળ્યું: પિતા
આ અંગે બાળકના પિતા મુન્નાભાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અહીં 20 દિવસ પહેલાં વાડીએ કામ કરવા આવ્યો છું. હું વાડીમાં મજૂરી કામ કરી રહ્યો હતો અને મારી પત્ની રસોઇ બનાવી રહી હતી. ત્યારે શિવમ રમતા રમતાં બોરમાં પડી ગયો હતો. શિવમનો રડવાનો અવાજ સાંભળીને મારી પત્ની ભાગીને જોયું તો બોરવેલમાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો. આથી હાંફળી-ફાંફળી બનેલી મારી પત્નીને શેઠને વાત કરી હતી. શેઠ અને ગ્રામલોકોએ તંત્રને જાણ કરતા આર્મી સહિતની ટીમોએ આવીને ત્રણ કલાકમાં બહાર કાઢી મારા બાળકને નવું જીવન આપ્યું છે.

શિવમનો ફાઇલ ફોટો.
શિવમનો ફાઇલ ફોટો.

બાળકની તબિયત સ્થિર
શિવમને હેમખેમ બહાર કાઢ્યા બાદ પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને ઓક્સિજન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબીયત સ્થિર હોવાનું હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતુ.

રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલી આર્મી અને પોલીસની ટીમ.
રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલી આર્મી અને પોલીસની ટીમ.

જીવસટોસટનો ઘટનાક્રમ

  • 8.00 : બાળક બોરમાં પડી ગયું.
  • 8.15 : વાડીના માલિક અને ગ્રામજનોએ તંત્રને જાણ કરી.
  • 8.35 : મામલતદાર અને એએસપી અને નગરપાલિકા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના થયા.
  • 8.55 : જિલ્લા કલેક્ટર, એએસપીએ આર્મીની મદદ માગી.
  • 9.10 : વાડીના માલિક અને ગ્રામજનોની મદદથી બાળકને બહાર કાઢવાની શરૂઆત થઈ.
  • 9.25 : આર્મીની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
  • 9.35 : રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ.
  • 9.59 : બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો.

બોરમાંથી બાળકને સુરક્ષિત બહાર કાઢવું અમારા માટે યુદ્ધ કરતાં વધુ કઠીન હતું
યુદ્ધના સમયે તો ફાયરિંગ કરીને દુશ્મનોને ઠાર કરવાના હોય છે પરંતુ આ તો બોરમાં ફસાયેલા બાળકને સહીસલામત બહાર કાઢવાનો હતો. આથી આ કામગીરી અમારા માટે યુદ્ધ કરતાં પણ વધુ કઠીન હતી. પહેલાં બોરમાં કૅમેરા ઉતારીને બાળકની વિગતો જાણી હતી. ત્યાર બાદ હૂક અને ગાળિયા સાથેનું દોરડું બાંધીને બોરમાં ઉતાર્યું અને બાળકને સુરક્ષિત રીતે હૂકમાં ફસાવીને ધીરે ધીરે ઉપર ખેંચીને જીવિત બચાવી લીધો હતો.’

અમે શોધતા હતા, ત્યાં બોરમાંથી રડવાનો અવાજ આવ્યો
​​​​​​​​​​​​​​શિવમની મા રસોઈ બનાવતી હતી અને રમતાંરમતાં શિવામ્્ ક્યાં જતો રહ્યો, તેની ખબર ન રહી. અમે બંને તેને વાડીમાં શોધવા લાગ્યા પરંતુ કોઈ જગ્યાએ પત્તો લાગતો નહોતો. જ્યારે અમે બોર પાસે આવ્યા તો અંદરથી કોઈના રડવાનો અવાજ આવતો હતો. આથી શિવમ્્ બોરમાં પડી ગયાની અમને જાણ થઈ. અમારો દીકરો સહીસલામત બહાર નીકળ્યો, તેનો અમને ખૂબ આનંદ છે. તેને બચાવનાર સૌનો આભાર.’ > મુન્નાભાઈ, બાળકના પિતા

અન્ય સમાચારો પણ છે...