તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સકલૂઝિવ:મ્યુકોરનાં ઇન્જેક્શન વેચીને રૂપિયા કમાવાની શિવમે લાલચ આપી, કેતને મિત્ર અભયની મદદથી કૌભાંડ આચર્યું હતું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલાલેખક: વિપુલ જોશી
  • કૉપી લિંક
જિજ્ઞેશ ઉર્ફે જીગો, કેતન બાલુભાઇ પટેલ, અભય સુરેન્દ્રપ્રસાદ સિંગ, દિગ્વીજયસિંહ વાઘેલા, પ્રિત શાંતિલાલ ત્રાંબડિયા, સમીર મંસુરી, દલસુખ પરમાર (ડાબેથી) - Divya Bhaskar
જિજ્ઞેશ ઉર્ફે જીગો, કેતન બાલુભાઇ પટેલ, અભય સુરેન્દ્રપ્રસાદ સિંગ, દિગ્વીજયસિંહ વાઘેલા, પ્રિત શાંતિલાલ ત્રાંબડિયા, સમીર મંસુરી, દલસુખ પરમાર (ડાબેથી)
  • શિવમે સુરેન્દ્રનગરના સમીરનો સંપર્ક કરીને લીંબડીના દલસુખને ઇન્જેક્શન વેચ્યાં હતાં, ચારેય આરોપીને 19મી સુધીના રિમાન્ડ
  • શિવમ હજી પોલીસ પકડથી બહાર: અંકલેશ્વરની લાયકા લેબના જુનિયર એક્ઝિક્યુટિવ અભયની 40 ઇન્જેક્શન ચોર્યાંની કબૂલાત

સુરેન્દ્રનગરમાંથી લીંબડીના શખસને મ્યુકોર માઇકોસિસનાં 1.40 લાખનાં 20 ઇન્જેક્શન સાથે સિટી એ-ડિવિઝન પોલીસની ટીમે પકડ્યા બાદ સમગ્ર કૌભાંડની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ગાંધીનગર, અંકલેશ્વરથી પકડેલા 4 આરોપીને બુધવારે કોર્ટમાં રજૂ કરાતાં 19 જૂને સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કરેલી પૂછપરછમાં અભય કંપનીમાંથી ઇન્જેક્શન ચોરીને કેતનને વેચતો હતો. કેતન શિવમની મદદથી ગ્રાહકો શોધી ઇન્જેક્શનના કાળાબજાર કરતો હોવાની વિગતો બહાર આવી છે. વધુ એક આરોપી શિવમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગરમાં વધતા મ્યુકોર માઇકોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતાં ઇન્જેક્શનની માંગ વધવાની હતી. આ બાબત જાણીને લોકો પાસેથી મોં માંગી કિંમતે ઇન્જેક્શન વેચવાનું કારસ્તાન ચાલશે, તેવી અગમચેતી રાખી સિટી એ ડિવિઝન પીઆઇ વી. વી. ત્રિવેદીના માર્ગદર્શનથી ડી-સ્ટાફના ધનરાજસિંહ, હરદેવસિંહ, દશરથસિંહ વિજયસિંહ, મુકેશભાઈ, અમિતભાઈ, નિકુલસિંહ, હારૂનભાઈ, કિશનભાઈ સહિતની ટીમે 1.40 લાખનાં 20 ઇન્જેક્શન સાથે લીંબડીના દલસુખ પરમારને પકડી લીધા બાદ પોલીસની તપાસમાં એક પછી એક કડીઓ બહાર આવી છે.

ગાંધીનગર અને અંકલેશ્વરથી પકડાયેલા 4 આરોપીના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે કરેલી આગવી પૂછપરછમાં ભેજાબાજ 8 શખસે કેવી રીતે કંપનીમાંથી ઇન્જેક્શન બહાર કાઢીને બમણી કિંમતે વેચ્યાં, તેની વિગતો બહાર આવી હતી. આ ગુનામાં હાલ તો અભય કંપનીમાંથી 40 ઇન્જેક્શનની ચોરી કરી હોવાનું રટણી કરી રહ્યો છે પરંતુ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ નામ ખૂલશે.

અભય લાયકા લેબમાં ઇન્જેક્શનનું ચેકિંગ કરતો હતો
અભય અંકલેશ્વરમાં મ્યુકોર માઇકોસિસનાં ઇન્જેક્શન બનાવતી લાયકા લેબમાં જુનિયર એક્ઝિક્યુટિવ હતો. કંપનીમાં તૈયાર થતાં ઇન્જેક્શન ચેક કરવાનું અને જે ઇન્જેક્શન તમામ રીતે બજારમાં મૂકવા યોગ્ય હોય તે ઈન્જેક્શનોને અલગ તારવવાનું અભય સુરેન્દ્રપ્રસાદ સિંગનું કામ હતું. ચકાસણી કરાયા બાદ ઈન્જેક્શન ઉપર કંપનીનાં લેબલ લગાવવામાં આવતા હતાં. આમ, તમામ ઇન્જેકેશન અભય પાસે જ આવતાં હતાં. અજય કંપનીનાં લેબલ લાગેલાં ઇન્જેક્શનમાંથી લાગ જોઈને 2-3 ઇન્જેક્શન ચોરીને ઘરેભેગા કરતો હતો. જ્યારે 20 ઇન્જેક્શન ભેગાં થાય એટલે એક ઈન્જેક્શન રૂ. 4500 લઈને કેતનને વેચી દેતો હતો.

અભય અને કેતન થોડાં વર્ષ પહેલાં અંકલેશ્વરમાં પડોસી હતા
અભય અને કેતન થોડાં વર્ષો પહેલાં અંકલેશ્વરના 500 ક્વાર્રટ વિસ્તારમાં બાજુબાજુમાં રહેતા હતા. બંને અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા. થોડા મહિનાઓથી કેતન ત્યાંથી બીજે રહેવા માટે જતો રહ્યો હતો, પરંતુ બંને સંપર્કમાં રહેતા હતા.

ઇન્જેક્શનમાં સારા પૈસા મળશે તેવું શિવમે કેતનને કહ્યું હતું
શિવમ અને પ્રિતને અમદાવાદમાં પ્લાસ્ટિકની ફૅક્ટરી હતી જ્યારે શિવમ અને કેતન બંને પરિચિત હતા. શિવમને ઇન્જેક્શનની જરૂર હોઈ અને તે અંકલેશ્વરમાં બનતાં હોઈ કેતનનો સંપર્ક કરીને ઇન્જેક્શનમાં સારા પૈસા મળવાની વાત કરી હતી. આથી કેતને અભયનો સંપર્ક કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...