વઢવાણ શહેરના શિયાણીપોળ તેમજ સતવારાપરા વિસ્તાર તરફના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ભૂર્ગભ ગટરના પાણી વહી રહ્યા છે. આથી રોગચાળાના ભય સાથે લોકોમાં રોષ ફેલાયો હતો અને યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના ધોળીપોળ, શિયાણીપોળ સહિતના વિસ્તાર આવેલો છે. બીજી તરફ લીંબડી તરફ જવા માટે ધોળીપોળ-શિયાણીપોળ મુખ્ય રસ્તો પસાર થાય છે. પરંતુ શિયાણીપોળ તરફના રસ્તા પર છેલ્લાં ઘણા સમયથી ભૂર્ગભ ગટરના દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર નીકળી રહ્યા છે.
જેના કારણે રસ્તાની બંને બાજુ રહેતા રહીશો, વાહનચાલકો અને રાહદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વઢવાણ પાંજરોપાળથી પસાર થતો સતવાપરા તરફના મુખ્ય રસ્તા પર પણ ગટરો ઉભરાતા પાણી નીકળી રહ્યા છે. આ અંગે મહેશભાઈ પરમાર, તરૂણભાઈ મકવાણા વગેરે જણાવ્યું કે, આ બંને રસ્તાઓ પર દર 2 દિવસે ચોમાસા જેવી હાલત થઇ જાય છે.
ગટરોમાંથી નીકળતા પાણીના કારણે મચ્છરો સહિતના જીવજંતુઓ વધવાની સાથે રોગચાળાનો ભય રહે છે. આથી આવા મુખ્ય રસ્તાઓ પરની નિયમિત સાફસફાઇ સાથે જ્યાંથી ગંદા પાણી લિકેજ હોય તે માટે યોગ્ય કાર્યવાહી માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.