તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇજાગ્રસ્ત:ખારાઘોડા રણમાં વજનદાર મશીન તૂટીને પડતા આધેડ અગરિયાના પગમાં ગંભીર ઇજા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગંભીર ઇજાગ્રસ્ત આધેડ અગરિયાને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયો

ખારાગોઢા રણમાં અંબિકા મંડળીમાં જેસડાં ગામના ભીમાણી કાળુ શિવાભાઈ નામના અગરિયાનું ઓઇલ એન્જિન ચાલુમાં તુટી ગયું હતુ. જે કાળુ નામના અગરિયાને પગમાં વાગતા પગ તુટી ગયો હતો. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર દવાખાનામાં લઇ જવાયો હતો.

રણકાંઠાના અંદાજે 2000 અગરિયા પરીવારો રણમાં ઝુંપડુ બાંધી કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. રણમાં જઇને તરત જ એમને ખાડો ખોદી બોર બનાવી એમાં એન્જીન ઉતારવાની સાથે જમીનમાંથી નીકળેલા ડીગ્રીવાળા પાણીને ક્યારામાં છોડી મીઠું પકવવાની પ્રોસેસ કરવાની હોય છે.

ત્યારે ખારાગોઢા રણમાં અંબિકા મંડળીમાં વર્ષોથી મીઠું પકવતા જેસડાં ગામના ભીમાણી કાળુ શિવાભાઈ નામના અગરિયાનું ઓઇલ એન્જિન મીઠું પકવવાની કામગીરી દરમિયાન ચાલુમાં તુટી ગયું હતુ. જે બાજુમાં ઉભેલા અગરિયા કાળુને પગમાં વાગતા પગ તુટી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા આજુબાજુમાં મીઠું પકવતા અગરિયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાળુ શીવાભાઇને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે એની હાલત નાજૂક જણાતા રીફર કરવામાં આવ્યાં હતા. આથી તેને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર દવાખાનામાં લઇ જવાયો હતા. જ્યાં એના પર જટીલ ઓપરેશન બાદ આખા પગે પ્લાસ્ટર બાંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો