કામગીરી:મૂળીમાં ટ્રાફિક ડ્રાઇવમાં 100થી વધુ વાહનમાં ચેકિંગ અનેક વાહનો ડિટેઈન કરાયાં

મૂળી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી પોલીસ દ્વારા બુધવારનાં રોજ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયલા 3 રસ્તા પાસે પાસે 100થી વધારે વાહનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમોનો વિવિધ પ્રકારે ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. અને કાર, બાઇત સહિત અનેક વાહનો ડિટેઇન કરવાં આવ્યા હતા. આ ટ્રાફિક ડ્રાઇવમાં મૂળી પીએસઆઇ હર્ષવર્ધનસિંહ ગોહિલ, વિશુભા, સિધ્ધરાજસિંહ, હરેશભાઇ, દેવેન્દ્રસિંહ, સહિતનાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...