હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા છે. તે લોકોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા પર કાર્ય કરી રહી છે અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના આજે શુક્રવારે વધુ સાત વિદ્યાર્થીઓને યુક્રેનથી તેમના વતન પરત લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાવીર સિંહ પરમાર, રોનક સરેસિયા સહિતના વિદ્યાર્થીઓ આજે પોતાના ઘરે પરત આવ્યા હતા.
ત્યારે વિદેશથી પોતાના માદરે વતન ઝાલાવાડમાં પરત અવતાની સાથે જ પરિવારમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આ અભિયાન થકી જ આ વિદ્યાર્થીઓ પરત આવી શક્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતુ. માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે આ ભયાવહ યુદ્ધ થયા બાદ સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી થકી સુરેન્દ્રનગર જિલ્લાના કુલ દસ વિદ્યાર્થીઓ પરત પોતાના માદરે વતન ઝાલાવાડ પંથકમાં આવી ચૂક્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના આજે વધુ સાત વિદ્યાર્થીઓને યુક્રેનથી તેમના વતન લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે યુક્રેનમાંથી ઝાલાવાડ પરત આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
હવે સુરેન્દ્રનગર જિલ્લાના માત્ર 25 વિદ્યાર્થીઓ યુક્રેનમાં
યુક્રેન અને રશિયા વચ્ચે હાલ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે 40 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાંથી 15 થી વધુ વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર ખાતે પરત લાવવામાં આવ્યા છે. પરંતુ હજી પણ ઝાલાવાડના 25 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા તેવા સંજોગોમાં આગામી દિવસોમાં તેમને પણ ઝડપથી પરત લાવવાની તજવીજ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી એક સપ્તાહમાં તમામ વિધાર્થીઓને પરત લાવવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જે આ 25 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. તેમને પણ રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઇન્ડિયન એમ્બેસી દ્વારા ત્યાં ઉભી કરવામાં આવી છે અને તેમને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તેવા પ્રયાસો પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
સરકારે વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી
ગમે તેવી પરિસ્થિતિમાં અને કોઈ પણ દેશની પરિસ્થિતિ યુદ્ધની વિકાસ હોય તેવા સંજોગોમાં ભારત સરકાર પોતે અડીખમ રીતે ઉભી રહી છે. ત્યારે ભારતના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા હોય તો તેને હરેક વખતે ભારત સરકાર સહી સલામત રીતે પરત લાવી છે. તેવા સંજોગોમાં યુક્રેન અને રશિયા વચ્ચે પરિસ્થિતિ પણ હવે કંઈક આવી જ સર્જાઈ છે. મિસાઈલ મારા વચ્ચે ઝાલાવાડના 40 વિદ્યાર્થીઓ ફસાયા છે, ત્યારે અત્યાર સુધીમાં 15 જેટલા વિદ્યાર્થીઓ પરત લાવવામાં આવ્યા છે અને સરકાર દ્વારા તેમને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. જેને લઇને વિદ્યાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
ખુશીના આંસુ : પોતાના બાળકોને જોઈને પરિવારજનો રડી પડ્યા
યુક્રેન અને રશિયા વચ્ચેની પરિસ્થિતિમાં ઝાલાવાડના 40થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જિલ્લા પ્રશાસન વિભાગના સંપર્કમાં આવ્યું છે. તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ મુજબ અલગ અલગ સીમાઓ ઉપર થયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 6 વિદ્યાર્થીઓને જિલ્લા પ્રશાસન વિભાગ પરત લાવ્યું છે. તેવા સંજોગોમાં પરિવારજનોના મિલન સાથે વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર દોડી ઉઠી છે. ત્યારે પરિવારજનોમાં ખુશીનાં આંસુ વહી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા ત્યારે તેની ભયજનક પરિસ્થિતિ જોઈ અને જેના બાળકોએ યુક્રેનમાં ફસાયા છે તે પરિવાર હેબતાઈ ગયો હતો. પરંતુ પોતાના બાળકો અને વિદ્યાર્થીઓ પરત આવતા હાલમાં તેમના પણ ખુશીની લહેર દોડી ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.