તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હળવદના રાયસંગપરમાં પાનમસાલાની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, સાત ઝડપાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના રાયસંગપરમાં પાનમસાલાની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, સાત ઝડપાયા - Divya Bhaskar
હળવદના રાયસંગપરમાં પાનમસાલાની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, સાત ઝડપાયા
  • પોલીસે ઘટનાસ્થળ પરથી 30000ની રોકડ જપ્ત કરી

હળવદ તાલુકાના રાયસંગપર ગામે પાન માવા ની દુકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા ઝડપાયેલ સાતેય જુગારીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંપર ગામે આવેલ શિવ શક્તિ પાન સેન્ટર નામની દુકાનમાં દુકાનદાર પતા પ્રેમીઓને બોલાવી પોતાની દુકાનમાં જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.

જેથી હળવદ પોલીસ મથકના પી.આઈ પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના જયપાલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા,બીપીનભાઈ પરમાર,મુમાભાઈ કલોત્રા, કિરીટભાઈ જાદવ,ભરતભાઈ ચરમટા,જીતેન્દ્રભાઈ કડીવાલ સહિતના પોલીસ જવાનો દ્વારા પાન-માવાની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતા જુગાર રમતા સાત સખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ દ્વારા જુગારના પટમાંથી રોકડ રૂપિયા 30 હજારસાથે જુગારીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા ઝડપાયેલા શખ્સો(૧)મહેશભાઈ ઉર્ફ મુન્રો ભુપતભાઇ સોંઢા(૨)દિપકભાઈ ડાયાભાઈ ચાવડા(૩)હમીરભાઈ કરસનભાઈ ચૌહાણ(૪)જીવણભાઈ બાબુભાઈ સુરેલા(૫)વિજયભાઈ ડાયાભાઈ ચાવડા(૬)ભરતભાઈ દેવજીભાઈ સોંઢા(૭)સંજયભાઈ બાવલભાઈ સોંઢા રહે બધા રાયસંપર

અન્ય સમાચારો પણ છે...