મન્ડે પોઝિટિવ:વઢવાણમાં સેવાયજ્ઞ : 2021માં 4402 પશુની સારવાર અને 64 સફળ ઓપરેશન કરાયાં

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 મેજર, 33 માઇનોર પશુના ઓપરેશન કરાયા

વઢવાણ પાંજરાપોળમાં છેલ્લા 30 વર્ષથી નિ:શુલ્ક સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે આ પાંજરાપોળના પશુ દવાખાનામાં જાન્યુઆરીથી ડિસેમ્બર-2021 સુધીમાં 4402 પશુની સારવાર તેમજ મેજર અને માઈનોર 64 જેટલા ઓપરેશન કરાયા હતા. વઢવાણ મહાજન પાંજરાપોળ સંચાલિત પશુદવાખાનુ ઘણા વર્ષોથી કાર્યરત છે. પશુ દવાખાનામાં ખાનગી માલિકીના પશુઓની બિમારીનું નિદાન કરી સારવાર તેમજ જટીલ ઓપરેશન વિના મૂલ્યે કરાય છે.

આ ઉપરાંત પાંજરાપોળના આંગણે આશરો લઇ રહેલા બિમાર પશુના નિદાન -સારવાર ઓપરેશન નિષ્ણાંત પશુચિકિત્સકની દેખરેખ હેઠળ તેમની ટીમ દ્વારા કરાય છે. 2021 જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ખાનગી માલિકીના 1402 પશુ અને સંસ્થાના 3000 એમ કુલ 4402 પશુની સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ખાનગી માલિકીના પશુના મેજર 13 અને માઈનોર 20 સાથે કુલ 33 ઓપરેશન કરાયા હતા. જ્યારે પાંજરાપોળના પશુઓના મેજર 18 અને માઈનોર 13 સાથે કુલ 31 ઓપરેશન કરાયા હતા.

આમ વર્ષમાં કુલ 64 સફળ ઓપરેશન થયા હતા. આ પશુઓમાં કમ્બોડી (શીંગડાનું કેન્સર), ફાઇબ્રોસીસ, પગમાં ફેકચર, ખરીઓમાં જીવાત પડી મસા થવા તેમજ અન્ય પ્રકારના જટીલ ઓપરેશન કરી સફળતા મેળવી હતી. આ પશુઓની સેવા માટે નિવૃત્ત ડેપ્યુટી ડાયરેકટર ડો. કે.એલ.રાવલ, આસિસ્ટન્ટ મયુરભાઈ શાહ, કામદાર ખોડાભાઈ, અર્જુનભાઇ, કરણભાઈ સહિતની ટીમે સેવા કરી હતી.

ઓપરેશન કરાયેલા પશુઓ

પશુખાનગી માલિકીનાપાંજરાપોળનાકુલ
ગાય43917562195
ભેંસ355191546
બળદ-ઘણખૂંટ8189197
પાડા-પાડી212176388
વછરડા-વાછરડી256645901
ઘેંટા-બકરા977104
અન્ય353671
કુલ140230004402
અન્ય સમાચારો પણ છે...