પદયાત્રિકો માટે સેવાયજ્ઞ:ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા જતા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પોનો ધમધમાટ, અધિકારીઓ પણ લોકોની સેવામાં જોતરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા જતા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પોનો ધમધમાટ - Divya Bhaskar
ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા જતા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પોનો ધમધમાટ
  • ચોટીલા હાઇવે પર આવેલી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના સ્ટાફે પણ કેમ્પ શરૂ કર્યો

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં ચૈત્રી પૂનમે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે. જેથી દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ચોટીલામાં ચૈત્રી પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પોના ધમધમાટ સાથે અધિકારીઓ પણ લોકોની સેવામાં જોતરાયા છે.

ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે છેલ્લા દસેક વર્ષથી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના સ્ટાફ દ્વારા શ્રદ્ધાળુઓ માટે આરામ જમવાનું, ચા-પાણી, નાસ્તો અને શરબતની 24 કલાક વ્યવસ્થા કરીને સેવા કેમ્પ શરૂ કરીને પગપાળા ચાલીને આવતા દર્શનાર્થીઓ માટે નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે.

ચામુંડા માતાજીના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે દર વર્ષે સેવા કેમ્પ શરૂ કરીને મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના પ્રાંત અધિકારી અને મામલતદાર તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે ચોટીલાના સરકારી અધિકારીઓ સહિતના સ્ટાફ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં ચૈત્રી પૂનમે દેશભરમાંથી ચાલીને આવતા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પ શરૂ કરીને તેમની સેવા કરવામાં આવે છે.

આજે પૂનમ પ્રસંગે ત્રણ લાખથી વધુ ભાવિકોનું આગમન થશે
આજે ચૈત્રી પૂનમ પ્રસંગે સમગ્ર રાજ્ય સહિત અન્ય રાજ્યોના ત્રણ લાખથી પણ વધુ ભક્તોનું માતાજીના દર્શન કરવા આગમન થશે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ સઘન તૈયારીઓ રાખેલ છે.

ગરમી અને ભીડ ન સર્જાય માટે મધ્ય રાત્રીએ ડુંગર મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા
ચૈત્રી પૂનમના અસહ્ય તાપ અને ડુંગર પગથિયા પર ભીડ ન સર્જાય માટે ટ્રસ્ટ દ્વારા સંખ્યામાં આવતા પદયાત્રીને ધ્યાનમાં રાખીને ચૈત્રી પૂનમના ડુંગર પગથિયાનો મુખ્ય ગેઇટ અને ઉપર મંદિરના ગર્ભ દ્વાર રાત્રીના 12 કંલાક થી યાત્રિકો માટે ખુલ્લા મુકાશે અને માતાજીની આરતી રાત્રીના બે કંલાકે કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીનું ખાસ મહત્વ હોવાથી અસંખ્ય ભક્તો માના દર્શને પગપાળા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...