તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલ્લાબોલ:ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સર્વર ડાઉન રહેતા મહિલાઓએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સર્વર ડાઉન રહેતા મહિલાઓએ હોબાળો મચાવ્યો
  • તહેવારો ટાણે જ સર્વર ડાઉન રહેતા ગરીબ લોકોને હાલાકી પડતા રોષની લાગણી

આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો સાતમ આઠમનો તહેવાર છે અને બાદમાં ગણેશ ચતુર્થી અને ગણેશ ઉત્સવ અને નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. એવામાં તહેવારો ટાણે જ સર્વર ડાઉન રહેતા ગરીબ લોકોને હાલાકી પડતા રોષની લાગણી ફેલાવા પામી છે. આથી ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સર્વર ડાઉન રહેતા મહિલાઓએ ટોળા સાથે કચેરીએ ધસી જઇ હોબાળો મચાવી ઉગ્ર રજૂઆતો કરી હતી.

શહેરની અનેક સસ્તા અનાજની દુકાનમાં સર્વર ડાઉન રહેતુ હોવાથી અનાજ લેવા આવતા લોકોની લાંબી લાઈનો લાગતી હોવાની સમસ્યાથી લોકોને કલાકો સુધી લોકો હેરાન પરેશાન થતાં હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો હતો. તે દરમિયાન શહેરમાં આવેલા પોપટપરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન કલાકો સુધી નેટ સર્વર ધીમુ ચાલતું હોવાથી અનાજ લેવા આવેલી મહીલાઓ છેવટે મામલતદાર ઓફિસે ઘસીને હોબાળો મચાવ્યો હતો ત્યાર પછી અધિકારીઓએ યોગ્ય જવાબ ન આપતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો સાતમ આઠમનો તહેવાર છે અને બાદમાં ગણેશ ચતુર્થી અને ગણેશ ઉત્સવ અને નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. એવામાં તહેવારો ટાણે જ સર્વર ડાઉન રહેતા ગરીબ લોકોને હાલાકી પડતા રોષની લાગણી ફેલાવા પામી છે. આથી ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સર્વર ડાઉન રહેતા મહિલાઓએ ટોળા સાથે કચેરીએ ધસી જઇ હોબાળો મચાવી ઉગ્ર રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...