સાયલામાં ઉનાળાની શરૂઆતે જ થોરીયાળી ડેમ અને ખાણમા પાણી ખૂટતા શહેરમાં પિવાની સમસ્યા વધતી જોવા મળે છે. અને મહિલાઓ પાણી માટે ભરબપોરે રઝળપાટ કરતા જોવા મળે છે. ખાણ અને નહિવત મળતું નર્મદાનું પાણી વિતરણ કરતા પંચાયત તંત્ર પાસે કરેલી પાઇપ લાઇન, મોટર અને બોર માટેની રજુઆતનો કોઇ ઉકેલ ન આવતા પાણી સંકટથી પ્રજાજનો ત્રસ્ત બની છે.
સાયલા શહેરમાં કરોડોના ખચે બનેલી વાસ્મો યોજનાને કાયમી પાણી કયાંથી મળશે તેવા અપૂર્ણ યોજનાથી ખરા ઉનાળે 16 હજારની વસ્તીને પિવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. થોરીયાળી ડેમનું તળીયે રહેલું પાણી દુષિત પાણી સાથે નર્મદા અને ખાણનાં ત્રિવેણી સંગમ સાથે પાણી વિતરણ કરવામાં આવે છે. 22 ઝોન મુજબ 15 દિવસે પાણી વિતરણ થતા પ્રજાજનો પાણી સમસ્યાથી પીડીત બની છે. અને મહિલાઓ પાણી સમસ્યાથી તંગ આવીને પાણી ભરવા માટે રઝળપાટ કરતી જોવા મળી રહ્યા છે.
આ બાબતે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ડેમ ખાલી થતા પાણી પુરવઠા વિભાગને પાણીના આગોતરા આયોજન માટે રજુઆત કરી અને ધારાસભ્યના સુચનાથી નર્મદાનું પાણી આપવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ થોડા દિવસ બાદ નર્મદાનું અપુરતા પાણી વિતરણથી અને પાણી મેળવતા ખાણ ખાલી થતા પાણી સમસ્યા વધુ વિકટ બની છે.જિલ્લામાં દર વર્ષે પિવાના પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાઇ છે. ઉનાળાના પ્રારંભિક સમયમાં જિલ્લાના જળાશયોના તળિયા દેખાતા પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને પાણી માટે માથે બેડા લઇને 2 કિમિ દૂર જવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.