વઢવાણ ટુવા ગામના રહીશ અને પશુપાલનનું કામ કરતા ખીમજીભાઇ ખીમાભાઇ ખટાણા પાસેથી અમદાવાદના જશોદાનગરના રહીશ મહેશભાઇ રબારીએ રૂ.6,73,000 વર્ષ 2019માં લીધા હતા જે પરત આપી દેવાની બાંહેધરી આપી હતી.જેના માટે ચેક લખી આપ્યો હતો.જે ખીમજીભાઇએ રકમ વસુલવા બેંકમાં જમા કરાવતા બેલેન્સના અભાવે રીટર્ન થયો હતો.આથી વકિલ અશ્વિનભાઇ સોલંકી મારફતે મહેશભાઇને નોટીસ પાઠવાઇ હતી.ત્યારબાદ તેમની સામે સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.
જેમાં ફરીયાદ પક્ષે વકિલ અશ્વિનભાઇ. આર. સોલંકીની દલીલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ, પોસ્ટલ રસીદ સહિત પુરાવાઓ રજૂ કર્યા હતા.બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ડી.એમ.ચૌહાણે આરોપી મહેશભાઇ રબારીને ગુનામાં તકરસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ફરીયાદી ખીમજીભાઇને રૂ. રૂ.6,73,000 હજાર રકમ 30 દિવસની અંદર જમા કરાવવા હુકમ કર્યો હતો.જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.