તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ વગર છૂટા કર્યા:કલેક્ટર, પોલીસ અધિક્ષક કચેરી સહિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધી હોસ્પિટલ સામે આઉટસોર્સિંગના કર્મચારીઓનું ઉપવાસ આંદોલન. - Divya Bhaskar
ગાંધી હોસ્પિટલ સામે આઉટસોર્સિંગના કર્મચારીઓનું ઉપવાસ આંદોલન.

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મીઓને નોટિસ આપ્યા વગર છુટ્ટા કર્યાની રજૂઆત અને આંદોલન છતા પરત લેવાયા નહતા. ત્યારે આ કર્મીઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં આવેદન પાઠવી પરત લેવડાવવા માગ કરી હતી. જો તેમ ન કરાય તો કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ વર્ગ-4ના કર્મીઓને છુટ્ટા કરવામાં આવતા રોષની લાગણી ફેલાઇ હતી. આથી અર્જુન બારૈયા, વાઘેલા ભરત, સોલંકી મુકેશ, અવિનાશ વાઘેલા સહિતનાઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી, જિલ્લા તબીબી અધિકારી સહિતને સંબોધી લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ અમો 7 કર્મચારીએ કોરોનાની બન્ને લહેરમાં જીવના જોખમે કામ કર્યું છતાં અમોને નોટિસ કે નોટિસ પગાર આપ્યા વિના ગેરકાયદે રીતે છુટ્ટા કર્યા છે. આ અંગે અમોએ ગાંધી હોસ્પિટલ સામે તા.5-7-21થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ.છતાં અમારી છાવણીની કોઇ અધિકારી મુલાકાત લીધી નથી કે પ્રશ્નનું નિરાકરણ લાવ્યા નથી. હાલ હોસ્પિટલમાં કામદારોની જરૂરિયાત છતાં અમોને કામ પર પરત નહીં રખાતા અમો તા.19-7-21થી જિલ્લા કલેક્ટર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન તથા પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...