એપ્રેન્ટિસ તાલીમ ભરતી:14 કંપની દ્વારા 200 લોકોની પસંદગી, 30ના સ્થળ પર કોન્ટ્રાક્ટ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની મહિલા ITIમાં યોજાયેલા મેળામાં યુવક-યુવતીઓ રોજગારી માટે ઉમટી પડી હતી.  - Divya Bhaskar
જિલ્લાની મહિલા ITIમાં યોજાયેલા મેળામાં યુવક-યુવતીઓ રોજગારી માટે ઉમટી પડી હતી. 
  • સુરેન્દ્રનગરની મહિલા ITI એપ્રેન્ટિસ તાલીમ ભરતી મેળો

સુરેન્દ્રનગર શહેરની મહિલા આઈટીઆઈમાં એપ્રેન્ટિસ તાલીમ ભરતી મેળો યોજાતા જિલ્લામાંથી યુવક-યુવતીઓ લાભ લેવા ઉમટી હતી. 250થી વધુની સંખ્યામાંથી 14 કંપનીઓ દ્વારા 200 લોકોની પસંદગી થવાની સાથે રોજગારીની તક મળતા યુવક-યુવતીઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

4-10-2021ને સોમવારે સુરેન્દ્રનગર મહિલા આઈટીઆઈ ખાતે એપ્રેન્ટિસ તાલીમ ભરતી મેળો યોજાઈ હતો. જેના કારણે 250થી વધારે યુવક-યુવતીઓ તેનો લાભ લેવા ઉમટી પડી હતી. આ મેળામાં 14 કંપની તેમજ રેલવે ડિપાર્ટમેન્ટ આવી એપ્રેન્ટિસ તાલીમ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં 30 યુવક-યુવતીના કોન્ટ્રાક્ટ સ્થળ પર કરવામાં આવ્યા અને 170 લોકોની ભલામણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ રિજનલના ડેપ્યુટી ડાયરેક્ટર એમ.એમ. દવે, સંસ્થાના આચાર્ય પી.કે. શાહ, મહિલા આઈટીઆઈના આચાર્ય વિજયભાઈ મકવાણા, પાટડી આચાર્ય મીંકલભાઈ પટેલ, એપ્રેન્ટિસ એડવાઇઝર ડી. જે. ઝાલા, ગીરીરાજસિંહ રાણા, જીજ્ઞેશ કડીવાર, ઋશભ શાહ અને આઇટીઈના સ્ટાફગણ હાજર રહ્યો હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર આઈટીઆઈ અને મહિલા આઈટીઆઈની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...