તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સરકારી બારદાન જોઈ ટ્રક ઊભી રાખી અને અનાજ વગે કરવાનું કૌભાંડ પકડાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલા મામલતદાર સહિત તંત્રે સરકારી અનાજનો જથ્થો  ઝડપ્યો - Divya Bhaskar
સાયલા મામલતદાર સહિત તંત્રે સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો
  • 22 જૂને 250 મણ ઘઉંનો જથ્થો સગેવગે કર્યો હતો
  • લખતર ખરીદ કેન્દ્રના કર્મચારીઓ પર શંકા

સુરેન્દ્રનગરમાંથી 23 જૂનના દિવસે સિટી મામલતદારની ટીમે 395 ઘઉં અને 240 કટા ચોખાના સિઝ કર્યા હતા. જેમાં ઘઉંના કટા સરકારી બાદરદાનમાં ભરેલા હોવાની ચોકાવનારી વિગતો ધ્યાને આવતા ઘઉંનો જથ્થો ક્યાંથી આવ્યો, સરકારી બારદાનમાં કેમ ભરેલો છે તેની પુરવઠા વિભાગે કરેલી તપાસમાં રૂ.335ના ભાવે ઘઉંની ખરીદી કરીને ટેકાના ભાવે રૂ.395માં વેચવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

જેમાં સિટી એ ડિવિઝન પોલીસ મથકે કુલ 6 શખસ સામે છેતરપિંડી સહિતનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે પુરવઠા વિભાગે કરેલી તપાસમાં આરોપીઓએ 22 જૂને શેખપરના શ્રીજી ખરીદ કેન્દ્રમાં 250 મણ ઘઉંનો જથ્થો વજન કરાવીને જમા કરાવી દીધો હતો. તેના બીજા જ દિવસે આ જથ્થો જમા કરાવવાના હતા અને પકડાઇ ગયા હતા. શેખપરના અધીકારીઓ અને ગ્રેડર ઘઉંના જથ્થાની ગુણવતા અંગે કોઇ જાતની તપાસ કર્યા વગર જમા લઇ લેતા હતા. આ બનાવની હવે સિટી એ ડિવીઝનના પીએસઆઇ રામદેવસિંહ ગોહીલ તપાસ કરી રહ્યાં છે.

રૂટિન ચેકિંગમાં આઇસરમાં સફેદ કલરના બારદાન જોતાં શંકા ગઇ હતી
શહેરમાં અમારી ટીમ રૂટીન ચેકિંગ કરતી હોય છે. તે સમયે પતરાવાળી હોટેલ પાસેથી પસાર થતા હતા ત્યારે અમારી આગળ એક આઇસર માલ ભરીને જતી હતી. તેમાં નજર કરી તો સફેદ કલરના સરકારી બારદાન હોય તેવું લાગ્યું હતું. આથી અમારી ગાડી આગળ કરીને આઇસરને આંતરી ઊભું રખાવ્યું હતું. તપાસ કરી તો સરકારી બારદાનમાં અનાજનો જથ્થો હોવાની જાણ થઇ હતી.

આ જથ્થો ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછપરછ કરી હતી.જમાં આ અનાજ ટીબી હોસ્પિટલ પાસેથી ભર્યો હોવાનું કહેતા અમારી ટીમે ત્યાં તપાસ કરી હતી. જેમાં એક પછી એક નામો અને આ ગુનામાં આરોપીઓની ભૂમિકા સામે આવવા લાગી હતી. તપાસને અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. > એન.એચ.પરમાર, સી.ટી મામલતદાર, સુરેન્દ્રનગર

શંકાના દાયરામાં
ઘઉં અને ચોખાનો જથ્થો પકડાયો છે તેની તપાસનો રેલો લખતર સુધી પહોંચી શકે છે. લખતરના કેન્દ્ર પર 1092 બારદાનની ઘટ હોવાનું સામે આવ્યું હતું. લખતર ખરીદ કેન્દ્રના કર્મીઓની પણ સંડોવણીની આશંકાએ તપાસ થવાની શકયતાઓ છે.

સરકારી ઘઉં, ચોખા, તુવેર દાળનો 17,415નો જથ્થો ઝડપાયો
સાયલાના ધાંધલપુર ગામે ગેરકાયદે ઘઉં અને ચોખાનો જથ્થો હોવાનું સાયલા મામલતદારને ધ્યાને આવતા તપાસ હાથ ધરી હતી. જ્યાં યુવાન પાસેથી ચોખા, ઘઉં, તુવેરદાળ સહિત કિ. 17,415નો જથ્થો સાથે રૂ.4,77,295 મુદામાલ ઝડપી લીધો હતો. સાયલા મામલતદાર પી.બી.કરગટિયા, પ્રણવ દવે, કે.ઓ.સોન, વાય.પી.રાણા અને આર.એન. દેસાઇ સહિતના અધિકારીઓએ ધાંધલપુર ગામે સરકારી અનાજ જથ્થો હોવાની બાતમી આધારે રેડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...