કેમ્પનું આયોજન:સુરેન્દ્રનગર જિલ્લામાં માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આવેલી 49 અરજીઓ પૈકી 32 ઉમેદવારો હાજર રહ્યા

સુરેન્દ્રનગર જિલ્લાની 75 સરકારી સ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરાયું હતું.આથી શુક્રવારે ntm સ્કુલ ખાતે કેમ્પ યોજાયો હતો.જેમા જિલ્લાભરમાંથી આવેલી કુલ 49 અરજીઓ પૈકી 32 ઉમેદવારો હાજર રહ્યા હતા. 17 ઉમેદવારો એ સ્થળ પસંદગી કરતા કેમ્પ પુરો કરાયો હતો.

રાજ્યની સરકારી ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની બદલીના કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 75સરકારી હાઈસ્કૂલના49 ઉમેદવારો એ 16 મે સુધીમાં અરજીઓ કરી હતી.જેનો બદલી કેમ શુક્રવારે સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ હાઇસ્કુલ ખાતે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી એસ.એમ.બારડ તથા આંતરિક ફેર બદલી કેમ્પ કમિટીની હાજરીમાં યોજાયો હતો.

જેમાં અરજીકર્તા 49 ઉમેદવારો પૈકી 31 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 17 ઉમેદવારોએ સ્થળ પસંદ કરતા કેમ પૂરો કર્યો હતો.આ કેમ્પમાં વિવિધ વિષયમાં આવેલ અરજી માઘ્યમિક ઉચ્ચ માઘ્યમિક સામાન્ય પ્રવાહના કુલ -11માંથી 9 ઉમેદવાર હાજર રહેતા ઉચ્ચ માઘ્યમિક સામાન્ય પ્રવાહના 6 ઉમેદવાર સ્થળ પસંદ કર્યું હતુ.જ્યારે માધ્યમિક વિભાગની કુલ 38 અરજી માથી 23 ઉમેદવાર હાજર રહેતા 11 સ્થળ પસંદગી કરતા શિક્ષક બદલી કેમ્પ સંપન્ન કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...