સુવિધા:સિઝન ટિકિટ ધારકોને ભાવનગર મંડલની 16 ટ્રેનનો લાભ મળશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધામાં વધારો કરવા માટે નિર્ણય લેવાયા છે.જેમાં ભાવનગર મંડલની 16 ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને 15 સપ્ટેબરથી મુસાફરી કરવાની મંજૂરી અપાઇ છે.જેમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મુસાફરોને પણ લાભ મળશે. હાલ સંક્રમણ ઘટતા અને સ્થિતિ સામાન્ય થવા સાથે છૂટછાટ મળતા ટ્રેનો અને મુસાફરોથી સ્ટેશનો ધમધમતા થયા છે. ત્યારે મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધા છે. જેમાં 15 સપ્ટેબરથી ભાવનગર ડિવિઝનની 16 પેસેન્જર અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે.

જેમાં ટ્રેનો 09574-09573 પોરબંદર-રાજકોટ-પોરબંદર મેલ-એક્સપ્રેસ, 09514-09513 વેરાવળ-રાજકોટ-વેરાવળ,09528- 09527 ભાવન ગર-સુરેન્દ્રનગર-ભાવનગરપેસેન્જર, 09572-09503 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર, 09512 -09511 ભાવનગર-પાલિતાણા-ભાવનગર પેસેન્જર, 09525-09526ભાવનગર-મહુવા-ભાવનગર મેલ-એક્સપ્રેસ, 09292-09291 અમરેલી-વેરાવળ-અમરેલી પેસેન્જર આ અંગે ભાવનગરપરા વાણીજ્યમંડલ પ્રબંધક માશુક અહમદે જણાવ્યા મુજબ સિઝન ટિકિટ ધારકોને રિવેલિડેશન સિવાય માસીક ધોરણે સિઝન ટિકિટ આપવામાં આવશે.લોકડાઉન પહેલા જે મુસાફરોની ટિકિટ અવધી બાકી હતી. તેમને 15-9-21થી બાકીના સમય ગાળા માટે વિસ્તરણનો લાભ અપાશે.મુસાફરોએ જૂની ટિકિટ બુકિંગ કાઉન્ટરે રજૂ કરી નવી સિઝન ટિકિટ લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે...