સુવિધા:સિઝન ટિકિટ ધારકોને ભાવનગર ડિવિઝનની અન્ય 6 ટ્રેનમાં મુસાફરીની છૂટ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગને ધ્યાને રાખી ભાવનગર ડિવિઝનની ટ્રેનમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરીની છૂટ આપી છે. આથી 6 ટ્રેનમાં સિઝન ટિકિટ ધારકો મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવા દેવા અંગે લાંબા સમયથી યાત્રોકોની માગ ઉઠી હતી. આથી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો થાય માટે આયોજન કર્યું હતું. જેમાં ભાવનગર ડિવિઝનની 6 ટ્રેનમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરીની છૂટ આપી છે.

આ અંગે વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક માશુક અહેમદે જણાવ્યું કે પશ્ચિમ રેલવે 4 માર્ચ 2022થી ભાવનગર ડિવિઝનની અન્ય 6 ટ્રેનમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની પરવાનગી આપી રહી છે. આ ટ્રેનોમાં બોટાદ-ભાવનગર પેસેન્જર ભાવનગર – બોટાદ પેસેન્જર,ધોલા – મહુવા પેસેન્જર, મહુવા – ધોલા પેસેન્જર, બોટાદ – ધ્રાંગધ્રા ડેમુ, ધ્રાંગધ્રા – બોટાદ ડેમુમાં સિઝન ટિકિટ ધારકો મુસાફરી કરી શકશે. જેનો સુરેન્દ્રનગર રેલવે મુસાફરોને પણ લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...