તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:હળવદ માર્કેટયાર્ડ દ્વારા MBBSનો અભ્યાસ કરતા 24 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ, કુલ રૂ. 4.80 લાખ આપવામાં આવ્યા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ માર્કેટયાર્ડ દ્વારા MBBSનો અભ્યાસ કરતા 24 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ, કુલ રૂ. 4.80 લાખ આપવામાં આવ્યા - Divya Bhaskar
હળવદ માર્કેટયાર્ડ દ્વારા MBBSનો અભ્યાસ કરતા 24 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ, કુલ રૂ. 4.80 લાખ આપવામાં આવ્યા
  • નવા માલણીયાદ ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને એક લાખનો ચેક અર્પણ કરાયો

આજે હળવદ માર્કેટયાર્ડ દ્વારા એમબીબીએસનો અભ્યાસ કરતા હળવદ તાલુકાના 24 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ. 20 હજાર એટલે કે, રૂ. 4.80 લાખ આપવામાં આવ્યા હતા. જ્યારે નવા માલણીયાદ ગામે અકસ્માતમાંતે મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.

હળવદ તાલુકાના કોઈપણ ગામના ખેડૂત પરિવારનો દીકરો એમબીબીએસનો અભ્યાસ કરતો હોય તેમજ તાલુકામાં કોઈ ખેડૂત અકસ્માતે મૃત્યુ પામે તો તેમના પરિવારને આર્થિક મદદ મળી રહે તેવા હેતુ સાથે હળવદ માર્કેટ યાર્ડ વગર પ્રીમિયમે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયાનો વીમો ચૂકવે છે. સાથે જ તાલુકામાં ખેડૂત પરિવારનો દીકરો એમ.બી.બી.એસનો અભ્યાસ કરતો હોય તો તેને ચાર વર્ષ સુધી દર વર્ષે રૂ. 20 હજાર ચુકવવામાં આવે છે.

હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું કે, હળવદ પંથકના કોઇપણ ખેડૂત અકસ્માતનો ભોગ બન્યા બાદ આકસ્મિક ઘડીએ પાછળથી તેમના પરિવારના જીવનનિર્વાહ માટે પ્રીમિયમ વગર અને કોઈ પણ લાંબી પ્રક્રિયા વગર સાવ સરળતાથી તેમના પરિવારને અકસ્માત વીમો ચુકવવામાં આવે છે. આ ઉપરાંત આપણા વિસ્તારના કોઈપણ સમાજના વિદ્યાર્થીઓ એમબીબીએસ કરતા હોય પણ આગળ અભ્યાસ માટે તેમની નબળી આર્થિક સ્થિતિ અવરોધ ન બને તે માટે તેમને પણ યાર્ડ દ્વારા અભ્યાસમાં મદદરૂપ થવા દર વર્ષે રૂ. 20 હજાર સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે.

વધુમાં માહિતી આપતા માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હળવદ યાર્ડ હંમેશા ખેડૂત અને તેમના પરિવારની સાથે રહ્યું છે અહીં અકસ્માત વીમા, સ્કોલરશીપ યોજના, એમ્બ્યુલન્સની સુવિધા, ખેડૂતોને રાહત દરે ભોજન મળી રહે તે માટે ભોજનાલય સહિતની સુવિધાઓ ખેડૂત હિતમાં શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...