તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંડોવણીની આશંકા:અજાણ્યા ખેડૂતના નામે થયેલા રજિસ્ટ્રેશનથી ટેકાના ભાવે ઘઉં વેચે તે પહેલા કૌભાંડ પકડાયું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાંથી ઘઉં, ચોખા પકડાવાના કેસમાં એજન્સીના ગ્રેડરોની સંડોવણીની આશંકા

સુરેન્દ્રનગર માં સરકારી બારદાનમાં ભરેલા ઘઉંના 395 કટા અને ચોખાના 240કટા સાથે કુલ રૂ.13.74નો મુદામાલ મળી આવતા કૌભાંડનો પર્દાફાસ થયો હતો.આ કેસની તપાસ કરતા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરતા કેન્દ્રમાં કામ કરતા એજન્સીના ગ્રેડરોની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.ત્યારે એક ખેડૂતના નામ થયેલા રજીસ્ટ્રેશનના ના નામનો ગેરકાયદેસ ઉપયોગ કરીને આ ઘઉં અને ચોખાનો જથ્થો સરકારી ખરીદ કેન્દ્ર શ્રીજીમાં વેચવા જતા હતા ત્યારે પકડાઇ ગયા હતા.

સુરેન્દ્રનગર માંથી સરકારી બારદાનમાં ઘઉં અને ચોખાના જથ્થા સાથે જયેશભાઇ અમરશીભાઇ ભાડાણીયા, હિરેન જીલાભાઇ ગોલતર એમ બે શખ્સો પકડાયા હતા. જેમાં મુખ્ય સુત્રધાર અલ્પેશ દલવાડી હજુ ફરાર છે. ત્યારે પકડાયેલા બંને આરોપીઓની કરેલી પુછપરછ અને તપાસમાં એવી વિગતો મળી હતી કે એક ગામના ખેડૂતે ઘઉંના વેચાણ માટે શેખપર ખાતે આવેલા શ્રીજી સરકારી ખરીદ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. પરંતુ કોઇ કારણોસર ખેડૂતે ઘઉં સરકારી ખરીદ કેન્દ્રની જગ્યાએ અન્ય વેપારીને વેચી દિધા હતા.

આ ખેડૂતે કેન્દ્રમાં ઘઉં વેચ્યા ન હોવાની જાણ થતા આરોપીઓ તે ખેડૂતના નામના રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરીને શ્રીજી ખરીદ કેન્દ્રમાં ઘઉં અને ચોખા વેચવાના હતા.આરોપીઓ આમતો નિગમની ઓફિસમાંથી પડયા પાથર્યા રહેતા હતા. ત્યાના કેટલાક લોકો સાથે તેમને સાઠ ગાઠ હોવાનું માનવામાં આવી રહયુ છે. જેની આડમાં નિગમ માંથી સરકારી બારદાનની ચોરી કરી લેતા હતા. અને પછી તેમાં ઘઉં અને ચોખા ભરીને વેચવાનો કારસો રચ્યો હતો.કૌભાંડનો મુખ્ય સુત્રધાર અલ્પેશ દલવાડી હજુ ફરાર છે. તેને પકડવા માટે પોલીસની પણ મદદ લેવામાં આવશે.

કૌભાંડમાં શંકા ઉપજાવતા મહત્ત્વના મુદા

  • આટલી સંખ્યામાં બારદાન ચોર્યા તો કોઇને કેમ ખબર ન પડી.
  • રજfસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતે ઘઉં વેચ્યા નથી તે આરોપીને કેવી રીતે ખબર પડી.
  • ઓછી ગુણવતાના ઘઉં હોય તે તેને સારી ગુણવતાનો રિપોર્ટ કોણ આપતું હતું.
  • ઘઉંની ખરીદી બંધ છે તો આરોપીના ઘઉં ટેકાના ભાવે કેમ, કોણ ખરીદી કરવાનું હતું.

ગ્રેડરની મદદથી સસ્તા ઘઉં વેચવાના કારસાની આશંકા
આરોપીઓ ની હાલના સમયે જે પૂછપરછ કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરતા કેન્દ્રોમાં ગ્રેડર ઘઉંની ગુણવતાની તપાસ કરતા હોય છે. તેના મુજબ ભાવ નક્કી થતા હોય છે. આ કેસમાં આરોપીઓની સાથે કોઇ ગ્રેડર સંડોવાયેલા હોવાની આશંકા છે. અંદાજે 4થી 5 ગ્રેડર હાલ શંકાના દાયરામાં છે.

રેલો બીજા જિલ્લાનાં ગામોમાં પણ પહોંચશે
આરોપીઓએ આ ઘઉંનો જથ્થો કયાંથી આવ્યો તે બાબતે આપેલી વિગતો મુજબ ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય ગામના લોકો પાસેથી ખરીદી કરતા હતા. કયા કયા ગામમાંથી અને કોની પાસેથી તેમણે આ જથ્થાની શું ભાવે ખરીદી કરી છે તેની પણ તપાસ કરવામાં આવશે.આ જથ્થો હાલ સસ્તા અનાજથી દુકાનનો હોવાની શંકાને આધારે તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...