વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી એસબીઆઈનું એટીએમ છેલ્લા 4 દિવસથી બંધ થઇ જતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા એટીએમ ઉપર જ સૂચના મૂકી દેતા ગ્રાહકો રોષે ભરાઇને જણાવ્યું કે, ભાડા ખર્ચીને અહીં આવીએ અને ધરમધક્કો થાય છે. બેંકે જવાબદારી સમજીને આ એટીએમ મશીન ચાલુ કરાવવું જોઇએ.
વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી એસબીઆઈમાં પણ મોટી સંખ્યામાં ગ્રાહકો છે. આ બેંકમાં ગણપતિ ફિટાસર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, 60 ફૂટ રોડ સહિત સોસાયટીઓ વિસ્તારા લોકો આ બેંકમાં પૈસાની લેવડદેવડ માટે આવે છે. પરંતુ આ બેંકનું એટીએમ તા. 11 મેથી બંધ હાલતમાં હોવાથી ગ્રાહકોને હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. દૂર દૂરથી રિક્ષાના ભાડા તેમજ પોતાના વાહનોમાં પેટ્રોલ બાળીને આવતા ગ્રાહકોને અહીં ધરમધક્કો ખાવો પડતો રોષ ફેલાયો હતો. આ એટીએમમાં પૈસાની લેવડ-દેવડ ન થઇ શકતી હોવાથી ગ્રાહકોને અન્ય એટીએમ ઉપર જવાની ફરજ પડતા અને ત્યાં પણ ધક્કો થતા મુશ્કેલીઓ પડી હતી.
આ અંગે વી.એલ. રાઠોડ, ચંદ્રાકાંત ડી.સોલંકી, કનેશભાઈ સોલંકી, સુનિલભાઈ જી.રાઠોડ, હિમેન વી.રાઠોડ, નીલેશભાઈ વગેરે જણાવ્યું કે, વઢવાણ 80 ફૂટ પર આવેલી એસબીઆઈમાં ગ્રાહકોને મળતી સુવિધાઓ પ્રત્યે અવારનવાર સંતોષ ન થતા હાલાકી પડે છે. આ બેંકનું એટીએમ છેલ્લા 4 દિવસથી બંધ હાલતમાં છે. જ્યારે બેંક તંત્ર દ્વારા એટીએમ ઉપર સૂચના મૂકીને સંતોષ માન્યો છે. પરંતુ આ મશીન ક્યારે રિપેરીંગ થશે કે ચાલુ થશે તે નથી જણાવતા. અને આ બેંકના ગ્રાહકો હોવા છતા સુવિધા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી દૂર દૂરથી આવતા ગ્રાહકોને મુશ્કેલી દૂર થાય તે માટે આ એટીએમ મશીન ઝડપથી ચાલુ થાય તેવી અમારી લાગણી અને માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.