સિદ્ધિ:ઓછા બજેટની ગુજરાતી ફિલ્મ અને વેબસિરિઝ બનાવનાર સાયલાના વતની હવે ઓસ્ટ્રેલિયામાં હિન્દી ફિલ્મ બનાવશે

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓછા બજેટવાળી ગુજરાતી ફીચર ફીલ્મો થકી પ્રેક્ષકોને મનોરંજન આપવાનો પ્રયાસ
  • ઓસ્ટ્રેલિયામાં હિન્દી ફિલ્મના નિર્માણ માટે નિર્માતા, દિગ્દર્શક તરીકે નિમંત્રણ મળ્યું

ઝાલાવાડમાં ભગતના ગામથી સુવિખ્યાત સાયલા ગામના અને હાલ ખાડી દેશ કતારમાં રહેતા યુવાનનો બાળપણથી લેખનનો શોખ તેને ગુજરાતી ફિલ્મ જગતમાં ખેંચી ગયો હતો.સાત વર્ષથી ઓછા બજેટવાળી ગુજરાતી ફિચર ફિલ્મોમાં કાર્યરત સાયલાના વતનીના કામને જોતા ઓસ્ટ્રેલિયામાં રહેતા મુળ ભારતીય યુવાનોની ફિલ્મ પ્રોડક્શન કંપની રીતેશ મોકાસણાને ત્યાં હીન્દી ફિલ્મના નિર્માતા,દિગ્દર્શક તરીકે નિમંત્રણ મળતા પંથકનું ગૌરવ વધાર્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ભાડુકા ગામના મુળ વતની અને પ્રજાપતિ સમાજના રીતેશ મોકાસણા શાળા કાળથી લઘુ નવલકથાઓ, કાવ્યો લખવા સાથે જાતે નાટકો લખી તેમાં અભિનય કરતા હતા. સમયાંતરે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરતા પણ લેખનનો શોખ જાળવી રાખ્યો હતો. અને વિદશમાં નોકરી કરતા પોતાની વ્યસ્તતા વચ્ચે બ્લોગ પર તેઓ પોતાની લેખન સામગ્રી મુકતા સેંકડો ફોલોઅર્સ પણ મળ્યા છે. વર્ષ 2015માં તેમની લેખન પ્રવૃતિને વાંચતા રાજકોટના એક અજાણ્યા વ્યક્તિએ સંપર્ક કરી ઓછા બજેટની ગુજરાતી ફિલ્મ બનાવવા કહેતા તેમનો ફિલ્મ જગતમાં અનાયાસે વિધિવત પ્રવેશ થયો હતો. સ્વભાવે સાવ સાલસ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવતા રીતેશભાઇએ પ્રથમ બે ફિલ્મમાં કથા,નિર્માતા તરીકે કામ કર્યું હતુ.

ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે પહેલાના સમયમાં ગરબો, ગરાસને ગામડું કેન્દ્ર સ્થાને રહેતા, પરંતુ રીતેશે હાલના બદલાયેલા સમયમાં વર્તમાન પેઢીને અનુરુપ મનોરંજન મળે તે માટે હાલના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે નાના કલાકારોને લઇ ઓછા ખર્ચમાં તૈયાર થતી ફિલ્મ બનાવવાનું શરુ કર્યું હતું. જેમાં સાત વર્ષ પહેલા શરુ થયેલી સફર દરમ્યાન તેઓ દ્વારા હાલ સુધીમાં પાંચ ગુજરાતી ફિચર ફિલ્મો, બે હીન્દી વેબ સીરીઝ, છ શોર્ટ ફિલ્મમાંથી બે ફિલ્મમાં નિર્માતા તેમજ અન્યમાં કથા, પટકથા, લેખક, દિગ્દર્શક, ગીતકાર કે નિર્માતા તરીકે કામ કરાયું છે. વતનપ્રેમી યુવાન દ્વારા ગત વર્ષે પોતાની ગુજરાતી ફીલ્મ 'હાથતાળી'નું શુટીંગ પણ સાયલા લાલજી મહારાજની જગ્યા મંદિરમાં કરાયું હતું.આગામી વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા ખાતે નિર્માણ પામનારી હિન્દી ફિલ્મ "જર્ની વિથ ટ્રુ બ્લેસીંગ' માં નિર્માતા,દિગ્દર્શક તરીકે તેઓને નિમંત્રણ મળતા તેઓ ત્યાં જશે. રીતેશ મોકાસણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, લેખન થકી ફિલ્મ સુધી પહોંચી ગયા બાદ પણ તેને આજીવીકા તરીકે નહીં પણ શોખ તરીકે જાળવી શકું તે જ ભાવના છે.

લેખનના શોખે ફીલ્મો સુધી પહોંચાડયા
રીતેશ મોકાસણા દ્વારા વર્ષ 2015માં ઓછા બજેટની 'ઓલ્વેયઝ સાથે રહીશું'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ બોસ હવે તો ધમાલ, ચાહત, હાથતાળી, કન્યા પધરાવો સાવધાન જેવી ફિલ્મોમાં કામ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...