નવતર પ્રયોગ:ચકલી બચાવો અભિયાન : 10 હજાર ચકલીઘરોનું વિતરણ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં સેવાભાવીઓ વિવિધ લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા હાલ મેદાને છે. ત્યારે ચકલી પ્રેમીએવા મુકેશભાઇ પટેલ શકરભાઇ પટેલ, વીરજીભાઇ અને તેમની ટીમે વઢવાણ તાલુકામાં ચકલી બચાવવા 15 વર્ષથી 10 હજારથી વધુ ચકલી ઘરો બનાવ્યા હતા. જે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં ઘરેઘરે જઇને ચકલીઘરોનુ વિતરણ કર્યુ હતુ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગરના શહેર અધ્યક્ષ મુકેશભાઇ પટેલે જણાવ્યુ કે ચકલીઓનો પ્રજનનકાળ સામાન્ય રીતે એપ્રિલ અને સપ્ટેબર, ઓક્ટોબરમાં હોય છે.આ સમયમાં ચકલીઓ ઇંડા મુકે છે આથી ઇંડા અને ચકલીઓના રક્ષણમાટે અમો ચકલી ઘરો બનાવી રહ્યા છીએ જેમાં પુઠામાંથી માત્ર સાત રૂપીયાના ખર્ચે ચકલી ઘર બનાવી રહ્યા છીએ જ્યારે વેસ્ટ પ્લાયવુડમાંથી રૂ.50નું ઘર બનાવી રહ્યા છીએ અમારી ટીમે 10 હજારથી વધુ ચકલી ઘરો બનાવી વિનામુલ્યે વિતરણ કર્યા છે. જો કોઇ સેવાભાવી વ્યક્તિઓ ચકલીઘર જોઇએ તેને રતનપર મારા ઘેરથી નિશુલ્કમાં આપીશુ હાલ સપ્ટેબર-ઓક્ટોબરમાં ચકલી ઇંડા મુકતી હોવાથી અમો ચકલી ઘરોનુ વિતરણ શરૂ કર્યુ છે. આં ઉપરાંતપાણીના કુંડા શાળાના બાળકોને દર વર્ષે ફ્રીમાં આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...