વોલિબોલ લીગ ટુર્નામેન્ટ:એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર ઝોન વોલિબોલ લીગ ટુર્નામેન્ટ યોજાઇ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લાની 12 ટીમોએ ભાગ લીધો
  • ફાઇનલમાં રાજકોટની ટીમને 3-0થી હરાવી ભાવનગરની ટીમ ચેમ્પિયન બની

સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર ઝોન વોલીબોલ લીટ ટુર્નામેન્ટનું ડ્રીમ વ્હીકલ પ્રા.લી દ્વારા આયોજન કરાયુ હતુ.જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લાની 12 ટીમોએ ભાગ લીધો હતો.ફાઇનલ રાજકોટ અને ભાવનગરની ટીમ વચ્ચે રમાઇ જેમાં ભાવનગર ચેમ્પિયન બની હતી.

સુરેન્દ્રનગરમાં રમનગમતને પ્રોત્સાહ આપવા ડ્રીમ વ્હીકલ પ્રા.લીના દિપેન્દ્રસિંહ ઝાલા, હરેન્દ્રસિંહ ઝાલાના સહયોગથી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર ઝોન વોલીબોલ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ.જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી સહિતના જિલ્લાની 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સેમી ફાઇનલ ભાવનગર અને ધ્રાંગધ્રાની ટીમ વચ્ચે રમાઇ હતી.જેમાં ભાવનગરની ટીમ વિજેતા બની ફાઇનલમાં પહોંચી ગઇ હતી.જ્યારે બીજીસેમીફાઇનલ સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજ અને રાજકોટ ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાંં રાજકોટની ટીમ 2-1થી વિજેતા બની ફાઇનલમાં પહોંચી હતી.

ફાઇનલમાં રાજકોટ અને ભાવનગરની ટીમ ટકરાતા ભાવનગરની ટીમ 3-0થી વિજેતા બની હતી.આ વિજેતા ટીમ અને ઉપવિજેતા ટીમને ડ્રિમ વ્હિકલ ટ્રાલીના ઓનર દિપેન્દ્રસિંહના હસ્તે ટ્રોફિ અને રોકડ પુરસ્કાર અપાયા હતા.આ આયોજન સફળ બનાવા કોમર્સ કોલેજ પ્રિન્સિપાલ ડો.દિલિપભાઇ વાજાણી, સેવન સ્ટાર સ્પોર્ટસ ફાઉન્ડેશન પ્રેસીડન્ટ હરદિપસિંહ ઝાલા, ડીએન્ટી સ્કુલ પ્રિન્સિપાલ બ્રિજરાજસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા અને વોલીબોલ ટીમે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...