કાર્યવાહી:કારિયાણા ગામે ટીસીમાં સીધું જોડાણ આપીને વીજચોરી પકડાતાં સત્યમ એન્ટરપ્રાઇઝને રૂ. 70.10 લાખનો દંડ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વઢવાણ PGVCL ટીમે ચેકિંગ કરતા વીજચોરી પકડાઇ, જોડાણ કાપીને મીટર-કેબલો જપ્ત કરાયાં

વઢવાણ તાલુકાના કારીયાણી ગામે વીજટીમે શુક્રવારે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ગામમાં આવેલા ટીસીમાં જ સીધુ વીજકનેકશન આપીને ચોરી પકડાતા સત્યમ એન્ટરપ્રાઇઝને રૂ. 70.10 લાખનો દંડ કરવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે વીજચોરી વધી રહી છે. જેના કારણે વીજલોશ સહિતનો સામનો વીજતંત્રને કરવો પડી રહ્યો છે. હવે લોકો ધંધાકીય પ્રવૃત્તિઓ માટે પણ વીજલાઈનના વીજટ્રાન્સફોર્મરમાં સીધા જ કનેકશન આપીને વીજચોરીની ઘટનાઓ બહાર આવતા વીજતંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે.

ત્યારે વઢવાણ તાલુકાના કારીયાણી ગામે વઢવાણ પીજીવીસએલની ટીમે વીજચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં સત્યમ એન્ટપ્રાઇઝ ઔદ્યોગિક વપરાશમાં ચેકિંગ કરાતા વીજટ્રાન્ફોર્મરમાં જ સીધુ જોડાણ આપીને વીજચોરી થતી હોવાનું બહાર આવ્યુ હતુ. ત્યારે પીજીવીસીએલ તંત્રની ટીમે વીજચોરી બાબતે રૂ. 62,80,803 અને કંમ્પાઉન્ડીંગ ચાર્જની રકમ રૂ. 7,29,224 સહિત કુલ રૂ. 70,10,087નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ વીજચોરી બાબતે પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરાઇ હોવાનું બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...