એકતા યાત્રા:સરદાર દેશની અખંડિતતા અને એકતાના, શિલ્પી છે: પાટીદાર સમાજ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા. - Divya Bhaskar
સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા.
  • ભક્તિનંદન સર્કલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાયાં

સુરેન્દ્રનગર પાટીદાર સમાજે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે એકતા યાત્રાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સરદાર પટેલના દેશની એકતા માટેના કાર્યોને યાદ કરાયા હતા. જ્યારે ભક્તિનંદન સર્કલ સ્થિત તેમની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા.

દેશની અખંડિતતાના શિલ્પી અને લોહપુરૂષ એવા સરદાર પટેલની જન્મ જયંતી દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે આ વર્ષે સરદાર પટેલની જન્મ જયંતીની સુરેન્દ્રનગર પાટીદાર સમાજે અનોખી ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં પ્રથમ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જે આથી રતનપરથી શરૂ થયેલઇ બાઇક યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ ભક્તિનંદન સર્કલ સુધી પહોંચી હતી. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલ, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કોંગ્રેસ અગ્રણી મોહનભાઇ પટેલ, શહેરભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, શિવલાલ આણંદજી માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ફૂલહાર અર્પણ કરી તેમની દેશની અખંડિતતા માટે કરેલા કાર્યોને યાદ કરાયા હતા. આ બાઇક યાત્રા ત્યાંથી લેઉઆપાટીદાર બોર્ડિગ પહોંચી હતી. જ્યાં સભા બાદ સરદાર પટેલની ત્યાં રાખેલ પ્રતિમાને ફૂલહાર કરાયા હતા. આમ પાટીદાર સમાજે દેશના અખંડિત એકતાનું ઉદાહરણ પૂરું પાડી સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...