અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા:સરાના પોલીસ જવાનનો આપઘાત; સ્યુસાઇડ નોટમાં મહિલા અધિકારી સહિતના સ્ટાફના ત્રાસની વિગતો સામે આવશે તેવી ચર્ચા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

પોલીસ ખાતાના કર્મચારીઓને ઉપરી અધિકારીઓના ત્રાસના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે મૂળ મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાને કથીત અધીકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. યુવાને લખેલી સ્યુસાઇડ નોટ આત્મહત્યા કેસના મોટા ખુલાસા કરશે.

પોલીસ ખાતામાં ફરજ બજાતવા કેટલા પોલીસ કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારીઓનો ત્રાસ સહન કરતા હોવાની વિગતો અવાન નવાર પ્રકાશમાં આવતી હોય છે. એક તરફ કામનું ભારણ અને બીજી બાજુ અધિકારીઓની જોહુકમીને લેઇને પોલીસ જવાનોની જીંદગી બદતર બનતી જતી હોય છે. ત્યારે કયારેક અધિકારીઓનો ત્રાસ અસહ્ય બનતા પોલીસ જવાનો મોતનો મારગ પકડી રહ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. આવો જ એક કથીત કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામના વતની પોલીસ જવાન સાથે બનતા ચકચાર ફેલાઇ છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ મુળ સરા ગામમાં રહેતા અને હાલ ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા દિપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર છેલ્લા ઘણા સમયથી નોકરીને લઇને ચીંતમાં રહેતા હતા. દરમિયાન રજા લઇને પોતાન ઘરે સરા આવેલા દિપકસિંહે ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનો હેબતાઇ ગયા હતા. દિપકસિંહને તાત્કાલીક ધ્રાંગધ્રા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી તેમને મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરના ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

યુવાન પુત્રએ અંતીમ પગલુ શા માટે ભર્યુ તેની તપાસ કરતા તેમણે લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હોવાની વિગતો મળી રહી છે. જેમાં તેમના અધિકારીઓના કથીત ત્રાસની વિગતો બહાર આવે રહી છે. હાલ તો પરિવારજનો પીએમ કરવવા માટે સુરેન્દ્રનગર લાવવામાં આવી છે.પોલીસ જવાનની અંતીમ વિધી પુર્ણ થઇ ગયા બાદ જવાને શા માટે અંતીમ પગલુ ભરી લીધુ તેની ચોંકાવનારી વિગતો સ્યુસાઇડ નોટમાં બહાર આવશે. હાલ તો જવાનની આત્મહત્યાને લઇને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

તકલીફ છે તેવો ફોન આવ્યો હતો તો હું ઘરે લઇ આવ્યો હતો
મારો દિકરો ગાંધીનગર આઇબીમાં નોકરી કરતો હતો તેનો મને ફોન આવ્યો હતો કે મને તકલીફ છે આથી હું ગાંધીનગર જઇને તેને સરા લઇ આવ્યો હતો. પરંતુ તેણે આત્મહત્યા કરી લીધી હતી. અમે પહેલા ધ્રાંગધ્રા લઇને ગયા ગાયા હતા. જયા પીએમ માટે સુરેન્દ્રનગર મોકલ્યા હતા. હવે અહીયા એવુ કહે છે કે ધ્રાંગધ્રાથી ડોકટર આવ્યા બાદ પીએમ કરવામાં આવશે. જો ધ્રાંગધ્રાના ડોકટર જ અહીયા પીએમ કરવાના હોય તો અમને અહીયા મોકલવાનું કારણ શું આવા કિસ્સામાં ડોકટરો પરિવારજનોને સાથ આપે તે જરૂરી છે. દિકરાએ લખેલી સ્યુસાઇડ નોટ ઘરે છે અમે જોઇ નથી દિકારાને શું મુશ્કેલી હતી તે સ્યુસાઇડ નોટ ઉપરથી ખબર પડશે. હાલમાં મને કોઇ સ્યુસાઇટ નોટ અંગેની જાણ નથી. તે નોટ ઘરે હોવાથી અમે જોઇ નથી. પરંતુ સ્યુસાઇટ નોટ જોવાથી દિકરાને શું મુશ્કેલી હતી તેનો ખ્યાલ ચોક્કસ આવી જશે. - નરેન્દ્રસિંહ પરમાર, મૃતકના પિતાની વ્યથા

અન્ય સમાચારો પણ છે...