જમીનના નમુના લેવાની પ્રક્રિયા:ખેતીની જમીનની જાળવણી માટે 5780 માટીની ચકાસણી માટે નમૂના લેવાયા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક ગામમાંથી ગ્રામસેવકે દર ગામ દીઠ 10 નમૂના એકત્ર કર્યાં

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જમીનની જાળવણી માટે હાલ દરેક ગામમાંથી જમીનના નમુના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં અત્યાર સુધીમાં દરેક ગામોમાંથી 10 એટલે 578 ગામોમાંથી 5780 માટીના નમૂના એકત્ર કરાયા છે. જ્યારે જે ખેડૂતો પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવવા માગતા હોય તેવી 719 અરજી પણ જિલ્લામાંથી આવતા જમીનના નમૂના લેવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાના ખેડૂતોને પોતાની જમીનના પોષક તત્વો અંગે જાણકારી મળી સાથે જમીનની ફળદ્રુપતા જળવાય માટે જમીન ચકાસણી માટેના નમૂના લેવામાં આવ્યા છે.

કોરોના કાળમાં જમીન ચકાસણી થઇ ન શક્યા બાદ જેમાં તા.10 મેથી અભિાયન હાથ ધરાયું હતું. જેમાં જિલ્લાના દરેક ગામોમાંથી 10 જમીનના નમૂના લેવાયા હતા.આથી જિલ્લાના 578 ગામોમાંથી 5780 માટીના નમૂના લેવામાં આવ્યા છે. આ અંગે જમીન ચકાસણી પ્રયોગ શાળાના લેબ આસિસ્ટન્ટ જી.જી. સરવૈયાએ જણાવ્યું કે, ખેતરમાં 15 સેમી ખાડો કરી જમીનનું તળ કાઢી નમૂના લેવાય છે. જે ખેડૂતો પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવવા માગતા હોય તેવા ખેડૂતોની જમીનના અને પાણીના મનુના મદદનીશ ખેતી નિયામક કચેરીએ મગાવાયા હતા. આ જમીનના નમૂનાનું પૃથ્થકરણ રિપોર્ટ સપ્ટેબર ઓક્ટોબર મહિનામાં આવશે.

જમીનની સ્વાસ્થયતા જાળવવા આટલું કરવું
જમીન ચકાસણી સમયાંતરે કરાવવી હેલ્થ કાર્ડ મુજબ રસાયણીક ખાતરો સમતોલ ઉપયોગ કરવો, યુરિયા ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવો, ફોસ્ફરસ માટે એકલા ડીએપીના બદલે સિંગલ સુપર એસએઅસપી વપરાશ કરવો, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો, જમીન ઢાંકે તેવા પથરાતા પાકો સમયાંતરે લેવા, જૈવિક ખાતરનો ઉપયોગ કરવો, ધાન્ય પછી કઠોળ પાક લઇ પાક ફેરબદલી કરવી પાણછના પૃથ્થકરણ બાદ પિયત કરવું, જમીનમાં ગંધક તત્વખામી નિવારવા જીપ્સમ, એમોનિયમ સલ્ફેટ ઉપયોગ કરવો વધુ પડતા પિયતથી જમીનની તંદુરસ્તી બગડે ફળદ્રુપતા ઉત્પાદકતા ઘટે છે.

અન્ય સમાચારો પણ છે...