આરોપીને દબોચી લીધો:10 મહિનાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, LCBએ આરોપીને બનાસકાંઠાથી પકડ્યો

સુરેન્દ્રનગર શહેરમાંથી એક શખસ સગીરાને 10 મહિનાથી ભગાડી ગયો હતો. આ શખસને દબોચી લેવા સુરેન્દ્રનગર એલસીબી સહિતની ટીમે બનાસકાંઠામાં ધામા નાંખ્યા હતા. ત્યારે રેવાસા ગામમાંથી સગીરા સાથે આરોપીને દબોચી લીધો હતો.

સુરેન્દ્રનગર કૃષ્ણનગર સરદાર સરોવર નર્મદા નિગમ કોલોની ક્વાટર્સ ખાતેથી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પીપલોટી કટારાફળીમાં રહેતા ધવલકુમાર રૂઝવેટભાઈ કટારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તા. 24-11-2020ના રોજ ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકે સગીરા પરિવારજને ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભોગ બનનાર સાથે સાંબરકાંઠાના ઇડર તાલુકાના વસઇ-રેવાસા ગામે રહે છે તેવી બાતમી મળતા આ સ્થળે છાપો માર્યો હતો. આ દરમિયાન ભોગ બનનાર સગીરાને તેમજ 33 વર્ષના ધવલકુમાર રૂઝવેટભાઈ કટારાને ઝડપી લીધા હતા. આ કામગીરીમાં સુરેન્દ્રનગર એન્ટી હ્યુમન યુનીટના પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ વી.આર.જાડેજા,એએસઆઈ ઋતુરાજસિંહ, અનિરૂધ્ધસિંહ,અશ્વિનભાઈ સહિતો સ્ટાફ જોડાયો હતો. અને આ આરોપી તેમજ સગીરાને સુરેન્દ્રનગર ખાતે લાવી સીટી એ ડિવિઝનને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...